આકાશમાં ઊંચાઈ પર વિમાને ઝટકા ખાધા પછી શું થયું ?
ક્યાં બન્યો આવો બનાવ ? કેવી કરુણતા થઈ ?
વિમાનની મુસાફરી આમ તો સલામત માનવામાં આવે છે પણ ક્યારેક તે ખતરનાક પણ બની શકે છે. આવા જ એક રેર બનાવમાં લંડનથી સિંગાપોર જતી ફ્લાઇટ એકાએક જોરદાર ઝટકા સાથે હલવા લાગી હતી અને તેને લીધે 1 યાત્રીનું મોત થઈ ગયું હતું અને અન્ય 30 યાત્રી ઘાયલ થઈ ગયા હતા.
સિંગાપોર એરલાઇન્સ દ્વારા આ બનાવની પુષ્ટિ પણ કરવામાં આવી છે. આ ઘટના બાદ વિમાને બેંગકોંકમાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આવી ઘટના બને ત્યારે વિમાનની દિશા અને ઊંચાઈમાં ઘણો ફેર પડી જતો હોય છે.
સોમવારે આ ફ્લાઇટે લંડનના હિથ્રો એરપોર્ટથી ઉડાન ભરી હતી. તે સિંગાપોર તરફ જઈ રહી હતી. અચાનક જ વિમાન જોરદાર ઝટકા સાથે હલવા લાગતાં મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી અને આ ઘટનામાં 1 યાત્રીનું મોત થઈ જતાં મુસાફરો ભયભીત થઈ ગયા હતા. ત્યારબાદ તરત જ વિમાનને બેંગકોંકના એરપોર્ટ પર લેન્ડ કરી દેવાયું હતું.
ઘાયલ થયેલા યાત્રિકોને બેંગકોક એરપોર્ટ પર જ સારવારની સુવિધા આપવામાં આવી હતી. નિષ્ણાતોએ કહ્યું હતું કે વાયુમંડલમાં ફેરફાર થઈ જતાં વિમાન ઝટકા ખાય છે. આવું ક્યારેક જ બને છે.