દિલ્હીમાં આપ અને ભાજપ વચ્ચે શું થઈ રહ્યા છે ચુંટણી માટેના ખેલ ? શું થયું ? વાંચો
દિલ્હીમાં પીએમ અને સીએમના સત્તાવાર નિવાસસ્થાનોને લઈને ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર ચાલી રહી છે. આપ નેતા સંજય સિંહ અને મંત્રી સૌરભ ભારદ્વાજ બુધવારે 7, લોક કલ્યાણ માર્ગે વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા પરંતુ તેમને નિવાસસ્થાનની અંદર જવા દેવામાં આવ્યા ન હતા. આ પછી બંને નેતાઓ ત્યાંથી પરત ફર્યા હતા. આ પછી દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘આ તમારું ઘર છે, આ મારું ઘર છે’ની ચર્ચાનો અંત લાવવા અમે અહીં આવ્યા હતા. અમે કહ્યું કે દિલ્હીના સીએમ અને પીએમ બંનેના રહેઠાણ લોકોને બતાવવામાં આવે. પીએમનો રાજ મહેલ રૂપિયા 2700 કરોડમાં બન્યો છે તે પણ જનતાને બતાવો.
સીએમ હાઉસમાં જતાં રોક્યા
આ પહેલા સીએમ હાઉસમાં ઘૂસવા માટે આપ નેતાઓએ પ્રયાસ કર્યો હતો પણ એમને અંદર જતાં અટકાવી દેવાયા હતા. સારી ધમાલ થઈ હતી અને પોલીસ ખડકાઈ ગઈ હતી. પત્રકારો સાથે સીએમ હાઉસ બતાવવા નેતાઓ ધસી આવ્યા હતા.
મીડિયા સાથે વાત કરતા સંજય સિંહે કહ્યું કે ભાજપ દ્વારા જે આરોપો લગાવવામાં આવ્યા છે તે જણાવવું જોઈએ નહીં કે સીએમ આવાસમાં શૌચાલય, સ્વિમિંગ પૂલ અને મિની બાર ક્યાં છે. અમે પીએમ આવાસ જવા માંગતા હતા પરંતુ અમને જવા દેવામાં આવ્યા ન હતા.
વડાપ્રધાન પાસે શુંછે ?
સંજય સિંહે દાવો કર્યો કે ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે 67 જોડી જૂતા અને પાંચ હજાર શૂઝ છે. તે 8 હજાર 400 કરોડ રૂપિયાના જહાજમાં મુસાફરી કરે છે. તેમની સાથે કાફલામાં 12 કરોડ રૂપિયાના છ વાહનો મુસાફરી કરે છે. તેમની પાસે 10 લાખ રૂપિયાની પેન છે. AAP નેતાએ કહ્યું કે તેમને ‘રાજમહેલ’માં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો પરંતુ તેને અટકાવવામાં આવ્યો હતો. અમે પાછા જઈ રહ્યા છીએ.