આપના મંત્રી આતીશીએ શું કહ્યું ? જુઓ
કેવો મૂક્યો આરોપ ?
દિલ્હીની સરકારના મંત્રી આતીશીએ એવો ધડાકો કર્યો હતો કે દિલ્હીમાં ટૂક સમયમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની તૈયારી ચાલી રહી છે અને કેજરીવાલ સરકારને પાડી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. દિલ્હી ખાતે પત્રકાર પરિષદમાં એમણે આ આરોપ મૂક્યો હતો.
એમણે કહ્યું હતું કે અમને વિશ્વાસપાત્ર વર્તુળો મારફત એવા સંકેત મળ્યા છે કે કેન્દ્ર સરકાર કેજરીવાલ સરકારને પાડી દેવા માંગે છે અને એટલા માટે જ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરાઇ છે. જો રાષ્ટ્રપતિ શાસન લગાવાશે તો તે ગેરકાયદે અને જનતાના ચુકાદાની વિરુધ્ધ હશે.
ભાજપ દ્વારા આતિશીના આ આરોપનો જવાબ પણ અપાયો હતો અને એમણે કહ્યું હતું કે દિલ્હીના મંત્રી દ્વારા નવી કહાની ઘડવામાં આવી છે. આ પહેલા ઓપરેશન લોટસ સ્ટોરી ઊભી કરવામાં આવી હતી. આવી વાતોમાં કોઈ દમ નથી. આપનો ભ્રષ્ટાચાર હવે પૂરી રીતે બહાર આવી ચૂક્યો છે.
આતીશીએ એમ પણ કહ્યું હતું કે દિલ્હી સરકારને પાડી દેવાના ષડ્યંત્રના ભાગરૂપે જ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. આપ દ્વારા દિલ્હીમાં ભાજપને 2 વખત હાર આપવામાં આવી હતી માટે હવે તેઓ ગમે તેમ દિલ્હી સરકારને પાડી દેવા માંગે છે.