કેન્દ્રીય મંત્રી રાવ ઇન્દ્રજીત સિંહે હરિયાણા અંગે શું કહ્યું ? વાંચો
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા જેમાં બીજેપીની જીત થઈ છે. આ સાથે હવે મુખ્યમંત્રી પદ માટેની રેસ ફરી તીવ્ર બની ગઈ છે. કેન્દ્રીય મંત્રી રાવ ઇન્દ્રજીત સિંહે એવો મમરો મૂક્યો છે કે આ વખતે મુખ્યમંત્રી દક્ષિણ હરિયાણામાંથી બનાવવા જોઈએ. આ પહેલા પણ રાવ ઇન્દ્રજીત સિંહે ખુલ્લેઆમ મુખ્યમંત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બીજી તરફ અનિલ વિજની પણ આ પદ પર નજર છે.
મીડિયા સાથે વાતચીત દરમિયાન ગુડગાંવના સાંસદ રાવ ઇન્દ્રજીત સિંહને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઇચ્છે છે કે આ વખતે મુખ્યમંત્રી દક્ષિણ હરિયાણાના હોય? આના પર રાવે કહ્યું, ‘આ પાર્ટીનો નિર્ણય હશે. પરંતુ જે વિસ્તાર ભાજપને ત્રણ વખત સત્તામાં લાવ્યો છે તેને મહત્ત્વ આપવું જોઈએ. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ રાવ ઇન્દ્રજીત સિંહે ખુલ્લેઆમ પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
રાવ ઇન્દ્રજીત સિંહ દક્ષિણ હરિયાણાના કદાવર નેતા છે. એક સમયે કોંગ્રેસની તાકાત કહેવાતા રાવ ઇન્દ્રજીત સિંહે દક્ષિણ હરિયાણાને ભાજપનો ગઢ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. જો કે તેમની પુત્રી આરતી સિંહ રાવે અટેલી બેઠક પરથી ભારે મુશ્કેલીથી જીત મેળવી હતી. આરતીને બસપાના અત્તર લાલે જોરદાર ટક્કર આપી હતી