કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ કેસમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? જુઓ
કૃષ્ણ જન્મભૂમિ- શાહી ઈદગાહ અંગેના મથુરાના ચર્ચાસ્પદ કેસમાં કોર્ટ નિરીક્ષણ હેઠળ સર્વે કરવા પરનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે બુધવારે સર્વે પરનો સ્ટે લંબાવ્યો હતો. હવે આ કેસની આગામી સુનાવણી એપ્રિલના પહેલા અઠવાડિયામાં થશે.
આ મામલો મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથનની બનેલી બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો. હકીકતમાં, મુસ્લિમ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
૧ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયથી મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો હતો. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં હિન્દુ પક્ષના તમામ 15 કેસોને સુનાવણી માટે યોગ્ય ગણાવ્યા હતા. આ બારામાં બુધવારે સુપ્રીમ કોર્ટે સર્વે કરવા પરનો સ્ટે લંબાવી દીધો હતો. હાલમાં અહીં કોઈ સર્વે કરવામાં આવશે નહીં. કોર્ટના આદેશ બાદ જ કાર્યવાહી આગળ ચાલશે .