કોલેજીયમ એ કાંઈ સર્ચ કમિટી નથી, અમે કહીએ તે જજ ને નિમણૂક આપવી જ પડે
ચીફ જસ્ટિસે કેન્દ્ર સરકારને ફટકાર રોકડું પરખાવ્યું
સુપ્રીમ કોર્ટની કોલેજીયમે ન્યાયાધીશોની નિમણૂકો અંગે કરેલી ભલામણોનો અમલ કરવામાં કેન્દ્ર સરકારના ઠાગા ઠૈયાસામે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે લાલ આંખ કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટે બીજી વખત કરેલી ભલામણોમાંથી કેટલા જજ ને નિમણૂક આપવાની બાકી છે તેનો ચાર્ટ રજૂ કરવા કેન્દ્ર સરકારને આદેશ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટના કોલેજીયમ દ્વારા કરાયેલી ભલામણોના અમલ માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવાની એક વકીલે કરેલી અરજી પરની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસના વડપણ હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેંચે કેન્દ્ર સરકારનો ઉધડો લીધો હતો.ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે એટર્ની જનરલ આર વેંક્ટરમાનીને કહ્યું કે કોલેજીયમ એ કાંઈ સર્ચ કમિટી નથી.કોલેજીયમે બીજી વખત રીપિટ કરેલી ભલામણ સ્વીકારવા કેન્દ્ર સરકાર બંધાયેલી છે. તેમણે કેન્દ્ર સરકારને વાંધો શું છે? તે જણાવવા અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે કોલેજીયમે કરેલી ભલામણ ને ચંદ્ર સરકાર એક વખત પરત મોકલી શકે છે પણ જો કોલેજીયન બીજી વખત ભલામણ મોકલે તો તેનો અમલ કરવા સરકાર બંધાયેલી છે. જો કે અમલ કરવા માટેની સમય મર્યાદા નક્કી ન હોવાને કારણે કેન્દ્ર સરકાર ‘ અણમાનીતા ‘ જજોની નિમણુકમાં ઈરાદાપૂર્વક વિલમ કરતી હોવાના આક્ષેપો થતા રહ્યા છે.
ઝારખંડ માટેની ભલામણ સરકારે દબાવી રાખી
ઝારખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ એમએસ રામચંદ્ર રાવ ની કોલેજીયમે કરેલી ભલામણનો અમલ ન કરવા બદલ ઝારખંડ સરકારે કેન્દ્ર સરકાર સામે સર્વોચ્ચ અદાલતની અવમાન અંગે પિટિશન દાખલ કરી હતી.તેમની નિમણૂક માટે કોલેજીયમે ઘણા સમય પહેલાં ભલામણ કરી હતી પણ કેન્દ્ર સરકારે એ ભલામણ દબાવી રાખી હતી અને અંતે છેક તેમની નિવૃત્તિના 15 દિવસ પહેલા નિમણુક આપી હતી.