સેબીના વડાએ હીંડનબર્ગના આરોપો વિષે શું ચોખવટ કરી ? વાંચો
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના વડા માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચે શનિવારે શોર્ટ સેલર હિંડનબર્ગ દ્વારા તેમની સામે મુકાયેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે અમારા નાણાકીય વ્યવહારો ખુલ્લા પુસ્તકની જેમ છે. અમે સેબીને દરેક માહિતી પહેલેથી જ આપેલી છે.
બૂચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે હિન્ડેનબર્ગ રિસર્ચ, જેની સામે સેબીએ પગલાં લીધાં છે અને કારણ બતાવો નોટિસ જારી કરી છે, તેણે જવાબમાં બદનક્ષીનો પ્રયાસ કરવાનું પસંદ કર્યું છે. હિંડનબર્ગે આરોપ મૂક્યો છે કે સેબીના ચેરપર્સન બૂચ અને તેમના પતિ અદાણી જુથની કહેવાતી નાણાંકીય કૌભાંડની પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા સંદિગ્ધ ઓફશોર ફંડમાં હિસ્સો ધરાવે છે.
આરોપોનો જવાબ આપતા, બૂચ દંપતીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, “હિન્ડરબર્ગના 10 ઓગસ્ટ, 2024ના અહેવાલના સંદર્ભમાં, અમે જણાવવા માંગીએ છીએ કે અમે અહેવાલમાં અમારી સામે કરવામાં આવેલા તમામ આરોપ પાયાવિહોણા છે અને અમે તેને નકારીએ છીએ.”
તેમણે કહ્યું, “આ આરોપોમાં કોઈ સત્ય નથી. અમારું જીવન અને આર્થિક વ્યવહાર એક ખુલ્લી કિતાબ સમાન છે. અમારા તરફથી તમામ જરૂરી નાણાકીય રેકોર્ડ સેબીને પહેલા જ પૂરા પાડવામાં આવ્યા છે.”