વડાપ્રધાને મજૂરો સાથે શું કરી વાત ? જુઓ
સુરંગમાંથી બધા મજૂરોને હેમખેમ બહાર કાઢી લેવાયા છે ત્યારે એમના પરિવારજનોમાં હર્ષના આંસુ સાથે દિવાળી જેવી ઉજવણી થઈ રહી છે અને એ જ રીતે વડાપ્રધાન મોદી પણ આ સમગ્ર ઘટનાક્રમથી ભારે ભાવુક થઈ ગયા હતા. મજૂરોને બહાર કાઢવામાં આવી રહ્યા હતા ત્યારે જ કેબિનેટની બેઠક ચાલી રહી હતી અને ત્યાંથી વડાપ્રધાન તથા એમના સાથી લાઈવ જોઈ રહ્યા હતા.
આ સમયે વડા પ્રધાન મજૂરોને બહાર નીકળતા જોઈને ભાવુક થઈ ગયા હતા. આજે પણ એમણે મજૂરો સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી હતી અને એમના ખબર પૂછ્યા હતા. આપ લોકો કેમ છો અને કેવા રહ્યા હતા સુરાંગના દિવસો તે બારામાં વડાપ્રધાને બધી વિગતો લીધી હતી.
મજૂરોને વડાપ્રધાને કહ્યું હતું કે તમારી અને તમારા પરિવારજનોની હિંમત અને ધીરજ તથા સંયમ ખૂબ પ્રેરક રહ્યા છે.