યુપીમાં વડાપ્રધાને શું કહ્યું ? વાંચો
કોંગ્રેસ પર કેવો કર્યો હુમલો ?
વડાપ્રધાન મોદીએ મંગળવારે યુપીમાં પ્રચાર યથાવત રાખ્યો હતો અને પીલીભીત ખાતે વિરાટ જનસભાને સંબોધન કર્યું હતું. એમણે કહ્યું હતું કે પહેલા કોંગ્રેસની સરકારો દુનિયા પાસે મદદ માંગતી હતી પણ આજે ભારત દુનિયાની મદદ કરીને વિશ્વમાં પોતાનું નામ કાઢી રહ્યું છે. આજે ભારત માટે કોઈ પણ કામ અસંભવ નથી.
એમણે કહ્યું કે આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે પણ તેનું કારણ મોદી નથી, તેનું કારણ છે તમે આપેલા મત. તમારા એક વોટે મજબૂત સરકાર બનાવી છે. કોરોનાના મહાસંકટમાં ભારતે આખી દુનિયાને દવાઓ આપી હતી. વેક્સિન મોકલી હતી. ભારતે દુનિયાને મદદ કરી હતી.
કોંગ્રેસ અને વિપક્ષ પર હુમલો કરીને મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓએ શક્તિનું અપમાન કર્યું છે. ઈન્ડિયા ગઠબંધને શક્તિને ખતમ કરવાના સોગંદ ખાધા છે. આજે દેશમાં જે શક્તિની પૂજા થાય છે તેનું કોંગ્રેસે ઘોર અપમાન કર્યું છે.
એમણે કહ્યું હતું કે જ્યારે દાનત સારી હોય છે ત્યારે હોસલા બુલંદ થઈ જાય છે અને તેને પગલે પરિણામો પણ સારા મળે છે. આજે આપણે ચારેકોર વિકસિત ભારતનું નિર્માણ થતું જોઈ રહ્યા છીએ. આજે ખેડૂતોને સંતોષકારક રીતે મદદ કરવામાં આવી રહી છે.
વડાપ્રધાને કોંગ્રેસ પર હુમલો કરીને કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી આજે જે કોંગ્રેસ સાથે ઊભી છે તેણે 1984 માં સિખ સમાજ સાથે શું કર્યું હતું તે કોઈ ભૂલી શકે એમ નથી. આજે ભાજપ સિખ સમાજ સાથે પૂરી શક્તિ સાથે ઊભો છે.
વડાપ્રધાને મંગળવારે યુપી બાદ તમિલ નાડુનો પ્રવાસ કર્યો હતો અને ચેન્નાઈમાં રોડ શો કર્યો હતો જ્યાં લોકો મોટી સંખ્યામાં એમને જોવા અને આવકારવા એકત્ર થયા હતા.