લઘુમતીઓ વિષે વડાપ્રધાને શું કહ્યું ? જુઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ કહ્યું છે કે મે ક્યારે ય લઘુમતીની વિરુધ્ધ એક શબ્દ પણ કહ્યો નથી અને એ જ રીતે ભાજપ પણ ક્યારે ય લઘુમતીઓની વિરુધ્ધ રહ્યો જ નથી. આમ છતાં અમે અમારી નીતિ મુજબ દેશના કોઈપણ વર્ગને ખાસ નાગરિક તરીકે માનવા તૈયાર નથી. અમારા માટે બધા જ એકસમાન છે.
વડાપ્રધાને પીટીઆઇ વિડીયોને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે બંધારણના મુદ્દા પર કોંગ્રેસ દેશમાં જુઠ ફેલાવી રહી છે. કોંગ્રેસ વૉટબેંકની રાજનીતિ કરવા સાથે લઘુમતીનું તુષ્ટિક્રરણ કરે છે. માંરા વિષે લોકોમાં કોંગ્રેસ ખોટી વાતો ફેલાવે છે.
એમણે વધુમાં કહ્યું કે હું માત્ર કોંગ્રેસની વૉટબેંકની રાજનીતિ સામે બોલું છું અને લઘુમતીઓ અંગે એક શબ્દ પણ ઘસાતો કહ્યો નથી પણ સાથે અમે કોઈને ખાસ નાગરિક માની લેવા તૈયાર નથી. સરકાર માટે બધા જ એકસમાન હોય છે. સરકારી યોજનાઓનો લાભ બધા જ વર્ગોને મળે છે. અમે કોઈ ભેદભાવ રાખ્યો જ નથી.
મોદીએ એમ પણ કહ્યું કે અમે સર્વ ધર્મ સમભાવમા જ વિશ્વાસ રાખીએ છીએ. અમારો મંત્ર સબ કા સાથ સબ કા વિકાસનો રહ્યો છે. કોંગ્રેસે મત માટે દેશને વિભાજિત કરવાનું પાપ કર્યું છે અને તેની સામે અમે બોલતા જ રહેશું. એમની ભાષા અને નીતિમાં વિભાજન જ રહ્યું છે. આ નીતિ દેશ માટે ખતરનાક છે.
વિપક્ષ દ્વારા જૂઠો પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને એ લોકો જુઠ ફેલાવીને સત્તા હાંસલ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે પણ જનતાએ એમણે ક્યારના ય નકારી દીધા છે.