ઇવીએમ વિષે વિપક્ષે શું કહ્યું ? વાંચો
કોણે સરકારને ચોર કહી ?
મુંબઈમાં રવિવારે કોંગ્રેસની મેગા રેલીમાં ઈન્ડિયા બ્લોકના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને લોકસભા ચૂંટણી માટે પોતાના પ્રચારની શરૂઆત પણ કરી દીધી હતી. તમામ નેતાઓના ટાર્ગેટ પર ઇવીએમ રહ્યું હતું. રેલીમાંથી સ્પષ્ટ મેસેજ આપવામાં આવ્યો હતો કે આગામી દિવસોમાં વિપક્ષના ચૂંટણી પ્રચારમાં ઇવીએમ જ પર ટાર્ગેટ રહેશે.
ગઠબંધનમાં સામેલ પાર્ટીઓના નેતાઓએ ઇવીએમ દ્વારા મતદાન પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો અને એલાન કર્યું છે કે જો અમે સત્તામાં આવીશું તો EVM દ્વારા ક્યારેય મતદાન થવા નહીં દઈશું. ફારૂક અબ્દુલ્લાહે એવો આરોપ મૂક્યો હતો કે આ લોકો ચોર છે.
કોંગ્રેસ નેતા રાહુપલ ગાંધીની રવિવારે ભારત જોડો ન્યાય યાત્રાના સમાપન પર મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્ક મેદાનમાં ઈન્ડિયા બ્લોકના દિગ્ગજ નેતાઓનો જમાવડો થયો હતો. આ દરમિયાન નેતાઓએ મતદાન માટે EVMના ઉપયોગ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તમામ નેતાઓએ EVM મતદાન વિરુદ્ધ વાત કરી અને કહ્યું કે, જો ઈન્ડિયા બ્લોક સત્તા આવશે તો EVMને વોટિંગ પ્રક્રિયામાંથી હટાવી દઈશું અને ECIને સ્વતંત્રતા આપીશું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘નરેન્દ્ર મોદી EVM વિના ચૂંટણી ન જીતી શકે. અમે ચૂંટણી પંચને વિનંતી કરી કે અમને EVM બતાવે અને અમારા નિષ્ણાતોને મશીન બતાવે. તેણે અમને બતાવવાનો ઈનકાર કરી દીધો. અમે મશીન અને તેમાંથી નીકળતા કાગળો વિશે પૂછ્યું પરંતુ તેમણે તે કાગળોને ગણવાનો ઈનકાર કરી દીધો. રાજાની આત્મા EVM છે
