હેલ્થ- જીવન વીમા પ્રીમિયમ અંગે જીએસટી પરિષદે શું કહ્યું ? જુઓ
દિલ્હીમાં સોમવારે જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી અને તેમાં હેલ્થ તથા જીવન વીમા પ્રીમિયમ પરના જીએસટી દરમાં ઘટાડો કરવા મુદ્દે સહમતી સધાઈ હતી પણ આ મુદ્દે અંતિમ નિર્ણય આગામી બેઠકમાં લેવાનો નિર્ણય જાહેર કરાયો હતો. જો કે ધાર્મિક યાત્રા માટે હેલિકોપ્ટર સેવા પરનો જીએસટી 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવાનો નિર્ણય લેવાયો હતો.
સાથે રૂપિયા 2 હજાર સુધીના નાની રકમના ડિજિટલ પેમેન્ટ પર 18 ટકા જીએસટી લાદવા અંગેનો મુદ્દો ફિટમેન્ટ કમિટીને સોંપી દેવાયો હતો અને હાલ તુરત તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં વીમા પ્રીમિયમ પર ચર્ચા થઈ હતી.
ગેમિંગ પર 28 ટકા યથાવત
દરમિયાનમાં જીએસટી પરિષદની બેઠકમાં ચર્ચા બાદ ઓનલાઈન ગેમિંગ, કેસીનો અને હોર્સ રેસિંગ પર જીએસટી 28 ટકા યથાવત રાખવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો હતો.
જો કે ધાર્મિક યાત્રા માટે હેલિકોપ્ટર સેવા પરનો જીએસટી 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવાનો નિર્ણય લેવાયો હતો. આમ ધાર્મિક યાત્રા કરવા માંગતા લોકોને રાહત આપવામાં આવી હતી.