કેજરીવાલ અંગે કોર્ટે શું કહ્યું ? જુઓ
દિલ્હીની સ્થાનિક કોર્ટે અરવિંદ કેજરીવાલ સામેના એક્શન અંગે એમ કહ્યું હતું કે અત્યારે સીબીઆઇ દ્વારા કેજરીવાલની થયેલી ધરપકડને અયોગ્ય કહી શકાય નહીં. કેજરીવાલને 3 દિવસની સીબીઆઇ રીમાંડમાં મોકલતી વખતે કોર્ટે આ મુજબની કોમેન્ટ કરી હતી. અત્યારે સીબીઆઇ દ્વારા કેજરીવાલની પૂછપરછ થઈ રહી છે.
જો કે રાઉઝ એવન્યુ કોર્ટે આ બારામાં સીબીઆઇને અતિ ઉત્સાહી થવાની જરૂર નથી એમ પણ કહ્યું હતું. અમિતાભ રાવતણી વેકેશન બેન્ચે આ મુજબની ટિપ્પણી કરી હતી. એમણે એમ પણ કહ્યું હતું કે તપાસ એજન્સીને કોઇની પણ તપાસ કરવાનો પૂરો અધિકાર છે.
અદાલતે એમ નોંધ્યું હતું કે અત્યારે રેકોર્ડ પર જે સામગ્રી ઉપલબ્ધ છે તેને જોઈને એમ કહી શકાય નહીં કે કેજરીવાલની ધરપકડ અયોગ્ય કે ગેરકાયદેસર છે. આમ છતાં એજન્સીએ અતિ ઉત્સાહી થવાની જરૂર નથી. કેજરીના વકીલે એવી દલીલ કરી હતી કે ધરપકડની કોઈ આવશ્યકતા જ નથી.
કોર્ટે આવી કોઈ દલીલને માન્ય રાખી નહતી અને સીબીઆઇને 3 દિવસ માટે કેજરીવાલના રિમાન્ડ પર સોંપી દીધા હતા. આમ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે અને સીબીઆઇ એમની પૂછપરછ કરી રહી છે.
