પહેલા અને બીજા પતિ પાસેથી ગુજારા ભથ્થા અંગે અદાલતે શું કહ્યું ? વાંચો
પ્રથમ પતિથી અલગ થયા બાદ એટલે કે કાયદાકીય રીતે છૂટાછેડા નહીં લેનાર પત્ની બીજા લગ્ન કરે અને તેની સાથે પણ વાંધો પડે અને અલગ થાય તો પણ પત્ની બીજા પતિ પાસેથી ભ્રષણ પોષણ માંગવા હકદાર છે . ભલે પહેલા પતિથી છૂટાછેડા ના થયા હોય. સુપ્રીમ કોર્ટે એક કેસ બારામાં ગુરુવારે આ મુજબનો ચુકાદો આપ્યો હતો.
તેલંગણાની એક મહિલાએ પહેલાપતિથી અલગ રહીને બીજા પુરુષ સાથે લગ્ન કરી લીધા હતા અને પહેલા પતિથી છૂટાછેડા પણ લીધા નહતા. આ મહિલાએ બીજા પતિ પાસે ગુજારો આપવાની માંગણી કરતી અરજી કરી હતી પણ હાઇકોર્ટે તે અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે પહેલા પતિથી છૂટાછેડા થયા નથી માટે ગુજારો માંગી શકે નહીં.
ત્યારબાદ આ મહિલાએ સુપ્રીમ કોર્ટમાં હાઇ કોર્ટના આદેશને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ વિરુધ્ધ મહિલાની માંગ સ્વીકારી હતી અને એમ ઠરાવ્યું હતું કે મહિલાને આવી સ્થિતિમાં પણ બીજા પતિ પાસેથી ગુજારો માંગવાનો અધિકાર છે .
અદાલતે એમ પણ કહ્યું હતું કે કલમ ૧૨૫ હેઠળ મળનારો ગુજારા ભથ્થો મહિલાને મળતો ફાયદો નથી પણ અધિકાર છે . અને પતિની ફરજમાં આવે છે. પતિની ગુજારો આપવાની નૈતિક જવાબદારી છે .