મંદિર મહોત્સવના આમંત્રણ અંગે કોંગ્રેસે શું કહ્યું ? જુઓ
કોણ નહીં જાય અયોધ્યા ?
કોણે જાહેરાત કરી ?
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંગે હવે ખુલ્લંખુલ્લા રાજકારણ રમવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ આ બારામાં મેદાનમાં આવી ગઈ છે. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ભાગીદારી અંગે ચાલી રહેલી અટકળો અને તણાવનો અંત આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને આરએસએસ અને ભાજપની ઈવેન્ટ ગણાવીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવાના આમંત્રનો અસ્વીકાર કર્યો હતો.
કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે સોનિયા ગાંધી કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. આ સાથે લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન પણ ભાગ લેશે નહીં. આ નેતાઓએ રામ મંદિરના અભિષેકને લગતા આમંત્રણને ફગાવી દીધું છે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન જારી કરીને કહ્યું કે, “ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીને અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ મળ્યું હતું.
કરોડો ભારતીયો ભગવાન રામની પૂજા કરે છે. ધર્મ એ માણસની અંગત બાબત રહી છે, પરંતુ વર્ષોથી ભાજપ અને આરએસએસએ અયોધ્યામાં રામ મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો છે. એમણે કહ્યું હતું કે ચુંટણીના લાભ માટે આયોજન થયું છે. રામ મંદિરનું નિર્માણ હજુ અધૂરું છે તેમ કહીને કોંગ્રેસે કહ્યું કે મંદિરનું રાજ્કીયકરણ કરી દેવામાં આવ્યું છે અને આ ભાજપ તથા આરએસસેસનો ઇવેંટ છે.