સીબીઆઇ અંગે કેન્દ્ર સરકારે શું કહ્યું ? જુઓ
સુપ્રીમ કોર્ટમાં શું જવાબ આપ્યો ?
કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં એમ કહ્યું હતું કે સીબીઆઇ અમારા કંટ્રોલમાં નથી. બંગાળ સરકાર દ્વારા અનેક મામલાની તપાસ સીબીઆઇ મારફત કરાવવાના કેન્દ્રના પગલાં સામે પડકાર ફેકતી અરજી દાખલ કરાઇ હતી અને તેના અંગેની સુનાવણીમાં કેન્દ્રએ ઉપર મુજબ જણાવ્યું હતું.
મમતા સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં એવી દલીલ કરી હતી કે સીબીઆઈએ અનેક કેસની તપાસ હાથમાં લઈ લીધી છે અને તે કાયદા મુજબ વ્યાજબી નથી. રાજ્ય સરકારને પૂછ્યા વગર અને વિશ્વાસમાં લીધા વિના કેન્દ્ર સરકારે બધા કેસની તપાસ સીબીઆઇને સોંપી છે.
મમતા સરકારે બંધારણની કલમ 131 હેઠળ કેન્દ્ર સરકાર સામે અરજી દાખલ કરી હતી અને ગુરુવારે તેના પર સુનાવણી થઈ હતી. કેન્દ્ર સરકાર તરફથી કોર્ટને એવી માહિતી અપાઈ હતી કે સીબીઆઇ અમારા કંટ્રોલમાં જ નથી. આ મામલે હજુ વધુ આગળ સુનાવણી થશે અને કેન્દ્રના જવાબ બાદ મમતા સરકાર વતી દલીલો આગળ ચાલશે .