દારૂનીતિ કાંડમાં સીબીઆઈએ શું કર્યો ધડાકો ? વાંચો
ક્યાં અને કોની સામે મૂક્યા આરોપ ?
દિલ્હી દારૂનીતિ કાંડમાં આરોપી બીઆરએસ નેતા કે. કવિતાને સીબીઆઈએ શુક્રવારે લોકલ અદાલતમાં રજૂ કરીને 5 દિવસની કસ્ટડી માંગી હતી. સાથે અધિકારીઓએ કવિતા સામે અનેક આરોપ પણ મૂક્યા હતા. સાથોસાથ અરવિંદ કેજરીવાલ સામે પણ ઘણા પુરાવા હોવાનું કહ્યું હતું.
સીબીઆઈએ અદાલતને જાણકારી આપી હતી કે રૂપિયા 100 કરોડઆપને આપવાના મામલામાં કવિતાની મોટી ભૂમિકા છે. હોટેલ તાજમાં આરોપીઓની એક બેઠક થઈ હતી અને તેમાં કોણ હાજર હતા તેની પણ માહિતી મળી છે. બિઝનેસમેનો આ હોટેલમાં રોકાયા હતા.
કવિતાએ હૈદરાબાદમાં બિઝનેસમેનો સાથે મુલાકાત કરી હતી અને કેજરીવાલનો માણસ વિજય નાયર પણ કવિતાના સંપર્કમાં હતો. આપને રૂપિયા 100 કરોડની લાંચ અપાવવા માટે કવિતાએ એરેનજમેન્ટ કર્યું હતું. કેટલાક લોકોના નિવેદનો પરથી મહિતી મળ્યા બાદ સીબીઆઈએ વોટ્સ એપ ચેટ અને અન્ય દસ્તાવેજો પણ હસ્તગત કર્યા હોવાનો કોર્ટમાં દાવો કરાયો હતો.
સીબીઆઈએ એમ પણ કહ્યું હતું કે કવિતાએ જ સરત રેડ્ડીને આબકારી નીતિ મામલામાં વાતચીત કરવા માટે આગળ કર્યો હતો. આ કાંડમાં સાઉથ સિન્ડિકેટની મુખ્ય ભૂમિકા છે અને તેમાં કવિતા મુખ્ય ખેલાડી રહ્યા છે.