તેજસ્વી યાદવે શેની માફી માંગી ? જુઓ
ગુજરાતીઓ વિષે વિવાદિત કોમેન્ટ કરીને ફસાઈ ગયેલા રાજદના નેતા તેજસ્વી યાદવે માફી માંગી લીધી હતી. આ સંબંધે એમણે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. આ પહેલા યાદવે આ કેસ ગુજરાત બહાર નવી દીલ્હી મોકલવાની માંગ કરી હતી. આ અરજી અદાલતે સુરક્ષિત રાખી હતી.
તેજસ્વી યાદવે એવી કોમેન્ટ કરી હતી કે ફક્ત ગુજરાતીઓ જ ઠગ હોય શકે છે. ત્યારબાદ એમની સામે માનહાનિનો કેસ દાખલ કરાયો હતો. જો કે એફિડેવિટ દ્વારા તેજસ્વીએ માફી માંગી લીધી હતી અને અદાલતે તેને બેન્ચ દ્વારા રેકોર્ડ પર લીધી હતી.
સુપ્રીમ કોર્ટે તેજસ્વીને પોતાના આ શબ્દો પાછા લઈને ઉચિત નિવેદન દાખલ કરવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ 19 મીએ તેજસ્વીએ પોતાનું નિવેદન પાછું લઈને એફિડેવિટ દાખલ કરી હતી જેમાં માફી માગવામાં આવી હતી.
તેજસ્વી સામે એવો આરોપ હતો કે 2023 માં માર્ચ માસમાં પટણામાં મીડિયા સામે વિવાદિત કોમેન્ટ કરી હતી. તેજસ્વી સામે ગુજરાતનાં રહીશ હરેશ મહેતાએ માનહાનિની ફરિયાદ દાખલ કરાવી હતી.