સિસોદિયાને શું લાગ્યો ઝટકો ? વાંચો
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા વચગાળાની જામીન અરજી કરવામાં આવી હતી પણ કોર્ટથી તેમને ઝટકો મળ્યો હતો. અદાલતે એક સપ્તાહ બાદ સુનાવણી કરવાનું કહ્યું હતું. આમ સિસોદિયા વધુ એકવાર નિરાશ થયા હતા.
સિસોદિયાએ અરજીમાં એવી માંગણી કરી હતી કે લોકસભાની ચુંટણી માટે પ્રચાર કરવા દેવાની અનુમતિ આપવામાં આવે. જો કે કોર્ટે આ અરજી પરની સુનાવણી મુલતવી રાખી દીધી હતી અને આ બારામાં સીબીઆઇ તથા ઇડીને જવાબ આપવાનો આદેશ કર્યો હતો.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાની અરજીની સુનાવણી 20 એપ્રિલ પર રાખી હતી. આમ એક સપ્તાહ સુધી સિસોદિયાએ રાહ જોવી પડશે. ત્યારબાદ નક્કી થશે કે પ્રચાર કરવા માટે એમને વચગાળાના જામીન આપવા કે નહીં. આ પહેલા સિસોદિયાને ભત્રીજાના લગ્નમાં હાજરી આપવા માટે કોર્ટે 3 દિવસના જામીન આપ્યા હતા.
