રામલલ્લા અંગે સંજય રાઉતે શું કહ્યું ? જુઓ
- કોની સામે નિશાન તાક્યું ?
વડાપ્રધાન વિષે શું કહ્યું ?
શિવસેનાના સાંસદ સંજય રાઉતે રામમંદિર અને જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા અંગે કેન્દ્ર સરકાર સામે નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ રામલલાના નામે વારંવાર વોટ માગી રહી છે. રામલલા દેશની અસ્મિતા છે, ભાજપ તેમને કિડનેપ કરવા માગે છે. રાઉતે દાવો કર્યો કે શિવસેના પહેલી એવી પાર્ટી છે જેણે ટ્રસ્ટની સ્થાપના બાદ સૌથી પહેલાં 1 કરોડ રૂપિયા દાન આપ્યું હતું.
તેમણે કહ્યું કે રામલલા કોઈની પર્સનલ પ્રોપર્ટી નથી. અયોધ્યાની જમીન ભાજપના નામે નથી. તે રામલલાના નામે છે. એટલા માટે તેના વિશે સાચવીને રાજનીતિ કરે. સંજય રાઉતે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા વિશે પણ કેન્દ્રને આડેહાથ લેતાં કહ્યું કે ભાજપ સરકાર વિપક્ષમુક્ત સંસદ બનાવવા માગે છે.
વડાપ્રધાન આ કામમાં જ વ્યસ્ત છે. ચૂંટણી માટે પ્રચાર કરવા જાય છે, સીએમ બનાવે છે, શપથગ્રહણમાં જાય છે, ઉત્સવ મનાવે છે. એ જ સમયે આપણો શત્રુ, દેશના શત્રુ કાશ્મીરમાં આપણા જવાનો પર હુમલાનું કાવતરું ઘડી કાઢે છે.
આ અતિગંભીર મામલો છે. સંસદમાં લોકો ઘૂસી જાય છે, ત્યાં કાશ્મીરમાં આતંકી ઘૂસે છે. આપણા જવાનો પર હુમલા કરે છે પણ મોદી આ વાતથી અજાણ રહે છે. તે ફક્ત મોટી મોટી વાતો કરે છે.