કર્ણાટકની કોંગ્રેસ સરકારના મંત્રી પ્રિયાંક ખડગેએ શું કર્યો દાવો..વાંચો
ભાજપ ભલે ૪૦૦ પાર કહે પણ સંઘનો સર્વે કહે છે ૨૦૦ બેઠક પણ નહી મળે
લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવી આગાહી કરી રહ્યા છે કે NDA ગઠબંધન 400થી વધુ બેઠકો જીતશે. પરંતુ કર્ણાટક સરકારના પ્રધાન પ્રિયંક ખડગેએ દાવો કર્યો હતો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કરવામાં આવેલા એક આંતરિક સર્વે મુજબ ભારતીય જનતા પાર્ટીલોકસભા ચૂંટણીમાં 200 બેઠકો પણ નહીં જીતી શકે.
પ્રિયંક ખડગેએ દાવો કર્યો, “RSSના આંતરિક સર્વે અનુસાર, પાર્ટી (ભાજપ)ને આ વખતે 200 બેઠકો પણ નહીં મળે. સંઘ આ વાત કહી રહ્યું છે. રાજ્યમાં તેઓ 8 સીટનો આંકડો પણ પાર કરી શકશે નહીં. જ્યારે 14-15 સીટો માટે ભાજપમાં આંતરિક લડાઈ ચાલી રહી છે, ત્યારે તેઓ કેવી રીતે જીતી શકે.”
પ્રિયંક ખડગેએ કહ્યું કે, “ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે રાજ્યમાં ભાજપ એક પરિવારના કારણે દૂષિત થઇ રહ્યું છે. તેઓ કહી રહ્યા છે કે તેઓ ભાજપના મૂળ સ્વરૂપને પુનઃસ્થાપિત કરવા માંગીએ છીએ.
આ દરમિયાન તેમણે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પર કર્ણાટકને દુષ્કાળ રાહત અંગે ખોટું બોલવાનો આરોપ લગાવ્યો, તેમણે કહ્યું કે અમિત શાહને ‘ખોટી માહિતી પ્રધાન’ બનવું જોઈતું હતું.