યુધ્ધને પગલે વડાપ્રધાન મોદીએ ઈમોશનલ થઈને શું કહ્યું ? જુઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુધ્ધ અંગે માનવતાવાદી વાત કરીને કહ્યું હતું કે નાગરિકોની થઈ રહેલી હત્યા નીંદનીય છે. એમણે કહ્યું કે, પશ્ચિમ એશિયામાં બનેલી ઘટનાઓથી નવા પડકારો ઉભા થયા છે હવે સમય આવી ગયો છે કે, ‘ગ્લોબલ સાઉથ’ના દેશોએ વિશ્વના હિતમાં ઊભા થઈ એક સાથે અવાજ ઉઠાવવો જોઈએ. આ સમયની તાકીદ છે.
મોદીએ ભારતની યજમાની હેઠળ યોજાયેલ વૉયસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ માં વર્ચ્યુઅલ સંબોધન દરમિયાન આ વાત કહીહતી. ઉલ્લેખનિય છે કે, ગ્લોબલ સાઉથનો અર્થ એ દેશો સાથે જોડાયેલો છે, જે દેશો હંમેશા વિકાસશીલ, ઓછા વિકસીત અથવા અવિકસીત રૂપે ઓળખાય છે. અને આમાં મુખ્યરૂપે આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકાનો સમાવેશ થાય છે.
વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે ભારતે ઈઝરાયેલ પર આતંકવાદી હુમલાની નિંદા કરી છે. અમે હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં નાગરિકોની હત્યાની કડક શબ્દોમાં ટીકા કરીએ છીએ. અમે વાતચીત, રાજદ્વારી ઉપરાંત સંયમ પર ભારપૂર્વક વાત રજુ કરી છે. અમે જોઈ રહ્યા છીએ કે, પશ્ચિમ એશિયાના બનતી ઘટનાઓથી નવા પડકારો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન ભારતે વિકાશસીલ દેશો સમક્ષ આવનારા પડકારો અને ચિંતાઓ મુદ્દે અવાજ ઉઠાવવા જાન્યુઆરીમાં ‘વૉઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ’ના પ્રથમ સંસ્કરણની યજમાની કરી હતી.
એમણે કહ્યું કે, ‘વૉઈસ ઓફ ગ્લોબલ સાઉથ’ 21મી સદીની બદલતી દુનિયાને આગળ લાવતું સર્વશ્રેષ્ઠ મંચ છે. તેમણે કહ્યું કે, આપણે 100થી વધુ દેશો છીએ, પરંતુ આપણી પ્રાથમિકતા સમાન છે. શિખર સંમેલનમાં પાંચ ‘સી’ – પરામર્શ, સંચાર, સહકાર, સર્જનાત્મકતા અને ક્ષમતા નિર્માણ હેઠળ સહયોગ આપવાની અપીલ કરી હતી.