વડાપ્રધાન મોદીએ શેનું કર્યું ઉદ્ઘાટન ? જુઓ
કઈ મોટી સેવાની ભેટ આપી ?
વડાપ્રધાન રોજ અલગ અલગ રાજ્યોમાં નવા પ્રોજેકટો લોન્ચ કરી રહ્યા છે અને ઉદ્ઘાટનો કરી રહ્યા છે. સાથોસાથ પ્રચાર પણ કરી રહ્યા છે. સોમવારે એમણે દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણાવાળા ભાગનું ઉદઘાટન કર્યું હતું. આ એક એલિવેટેડ એક્સપ્રેસ વે છે. તેનાથી નેશનલ હાઈવે 48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે વાહનવ્યવહારને સુગમ બનાવવા અને વાહનોની ભીડ ઘટાડવામાં મદદ મળશે.
8 લેનવાળો 19 કિ.મી.નો આ હિસ્સો લગભગ 4100 કરોડના ખર્ચે તૈયાર થયો છે. તે દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ તથા ગુરુગ્રામ બાયપાસ સાથે સીધી કનેક્ટિવિટી આપશે. મોદીના હસ્તે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણા પહોંચીને ત્યાં રોડ શો પણ કર્યો હતો.
ઉદ્ધાટન દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘પહેલાની સરકારો નાની એવી કોઈ યોજના બનાવીને, નાનો એવો કાર્યક્રમ કરીને તેનો પ્રચાર પાંચ વર્ષ સુધી કરતી હતી. ત્યારે ભાજપ સરકાર જે ગતિએ કામ કરી રહી છે, તેમાં શિલાન્યાસ અને લોકાર્પણ માટે સમય અને દિવસ ઓછા પડી રહ્યા છે.’ દેશના 21 શહેરોમાં મેટ્રો દોડી રહી છે. અમે કામ કરવા માટે વિપક્ષની જેમ ચુંટણીની રાહ જોતાં નથી.
ન મોદીએ તેમના સોશિયલ મીડિયા એક્સ એકાઉન્ટ પર દ્વારકા એક્સપ્રેસ વેની અમુક તસવીરો પોસ્ટ કરી હતી. આ પોસ્ટ સાથે તેમણે લખ્યું કે સમગ્ર ભારતમાં કનેક્ટિવિટી માટે એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. જુદા જુદા રાજ્યોમાં ફેલાયેલા 112 નેશનલ હાઈવે રાષ્ટ્રને સમર્પિત કરાયા હતા અને અમૂકની આધારશિલા મુકાઇ હતી.