હિંદીભાષીઓ વિષે શું કહ્યું દયાનિધિએ ? વાંચો
- કોની સાથે સરખાવ્યા ?
- વિવાદો સાથે જૂનો નાતો
ડીએમકેના નેતાઓ વારંવાર વિવાદિત નિવેદનો આપી રહ્યા છે અને ઉશ્કેરણી કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા ડીએનવી સેંથિલકુમારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોને ગૌમૂત્ર રાજ્ય ગણાવ્યા હતા. આ વચ્ચે ઉત્તર ભારતીયોને લઈને ડીએમકેના વધુ એક નેતા અને સાંસદ દયાનિધિ મારને પણ અમર્યાદિત નિવેદન આપ્યું હતું. મારને હિન્દી પટ્ટીના રાજ્યો બિહાર અને ઉત્તરપ્રદેશના લોકોને લઈને ફરી એકવાર વિવાદિત નિવેદન આપીને રાજનીતિમાં નવો વિવાદ શરૂ કરી દીધો હતો.
સાંસદ દયાનિધિ મારને કહ્યું કે, બિહાર અને ઉત્તર પ્રદેશના લોકો માત્ર હિન્દી શીખે છે, તેઓ નિર્માણ કાર્યો માટે તમિલનાડુ ચાલ્યા જાય છે. તેઓ રોડ અને શૌચાલયોની સફાઈ જેવા નાના-મોટા કામ કરે છે. આ પ્રકારના નિવેદનથી અપમાનની લાગણી ફેલાઈ છે.
મારને આ ઉદાહરણ માત્ર એટલા માટે આપ્યું કે, આ હિન્દી સીખવાના પરિણામો દર્શાવે છે. ડીએમકે સુપ્રીમો સ્ટાલિનની સૂચના બાદ પણ આ પ્રકારના નિવેદનો આવવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે ભાષાકીય મુદ્દો ફરી એકવાર ગરમાઈ શકે છે.
દયાનિધિ મારનના આ વિવાદિત નિવેદન વાળા વીડિયોનો ભાજપ નેતા સોશિયલ મીડિયા પર ખુબ શેર કરી રહ્યા છે. આ વીડિયોને લઈને ભાજપના નેતાઓ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને આના પર અભિપ્રાય પૂછી રહ્યા છે.