ચિદમ્બરમે ભાજપ અંગે શું કહ્યું ? જુઓ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર પર નિશાન સાધ્યું હતું. . તેમણે કહ્યું કે, ભાજપ હવે રાજકીય પક્ષ નથી રહ્યો પણ મોદીની પૂજા કરનારો એક પંથ બની ગયો છે. મોદી શાસનકાળના 10 વર્ષમાં અભિવ્યક્તિની આઝાદીમાં મોટો ઘટાડો થયો છે. આ સાથે તેમણે લોકોને લોકતંત્રને મજબૂત કરવાની અપીલ કરી છે.
તેમણે આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં ભલે વિવાદાસ્પદ નાગરિકાત સંશોધન અધિનિયમ (સીએએ)નો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ ઈન્ડિયા ગઠબંધન સત્તામાં આવ્યા બાદ આ કાયદાને રદ કરી દેવાશે. ભાજપાએ 14 દિવસમાં તૈયાર કરેલા ચૂંટણી ઢંઢેરોને મોદીની ગેરેન્ટી કહ્યો છે. ભાજપ હવે રાજકીય પક્ષ નથી રહ્યો પણ મોદીની પૂજા કરનારો એક પંથ બની ગયો છે.
તેમણે દાવો કરતા કહ્યું કે, ‘મોદીની ગેરેન્ટી તે દેશોની યાદ અપાવે છે, જ્યાં એક પંથની પૂજા કરવામાં આવતી હોય છે. ભારતમાં પંથ પૂજાને શક્તિ મળવાની શરૂ થઈ ગઈ છે અને તેના કારણે તાનાશાહીમાં વધારો થશે. જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત સત્તામાં આવશે તો તેઓ બંધારણમાં સંશોધન કરી શકે છે. આપણે લોકશાહીને બચાવવાની છે.’