ભાજપના નેતા હર્ષવર્ધનએ શું કરી જાહેરાત ? વાંચો
શું લખ્યું પોસ્ટ કરીને ?
લોકસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી શનિવારે જાહેર કરી હતી. સામાન્ય રીતે ભાજપમાં કોંગ્રેસ જેવો અસંતોષ હોતો નથી પણ આ વખતે પ્રથમ યાદી બાદ જ વાંધા વચકા અને નારાજગી જોવા મળ્યા હતા. કેટલાક નેતાઓ મેદાન છોડી રહ્યા છે અને સન્યાસની જાહેરાત કરી રહ્યા છે. ત્યારે હવે યાદી જાહેર થયા બાદ ડૉ. હર્ષવર્ધને પણ રાજનીતિથી સંન્યાસ લેવાની વાત કરી હતી.
તેમણે ટ્વિટર X પર એક લાંબી પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. એમણે એમ પણ કહ્યું હતું કે મારી ક્લિનિક મારો ઇંતજાર કરી રહી છે. શનિવારે ભાજપની પ્રથમ યાદીમાં હર્ષવર્ધનનું નામ નહતું અને એમની ટિકિટ કપાઈ ગઈ હતી. એમના સ્થાને વ્યાપારી નેતા પ્રવીણ ખંડેલવાલને ટિકિટ અપાઈ હતી.
એમણે લખ્યું હતું કે તેઓ રાજકારણને અલવિદા કહી રહ્યા છે. ‘રાજકારણમાં મારી 30 વર્ષની કારકિર્દી ઘણી સફળ રહી છે. આ દરમિયાન હું પાંચ વખત વિધાનસભાની ચૂંટણી અને બે વખત સંસદની ચૂંટણી જીત્યો હતો. મેં હંમેશા ખુબ જોરદાર માર્જિનથી વિજય મેળવ્યો છે અને પક્ષમાં અને સરકારમાં મહત્ત્વના હોદ્દા સંભાળ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારમાં મહત્ત્વના હોદ્દા પર રહ્યા પછી હું મારા મૂળ તરફ પાછો આવ્યો છું.’
હર્ષવર્ધને એમ પણ લખ્યું કે ‘આજથી 50 વર્ષ અગાઉ હું કાનપુરની જીએસવીએમ મેડિકલ કોલેજમાં જોડાયો ત્યારે લોકોની સેવા કરવી એ મારો ધ્યેય હતો. હું ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કરવા માટે આ પ્રોફેશનમાં આવ્યો હતો. અંદરખાનેથી હું એક સ્વયંસેવક હતો અને દીનદયાળ ઉપાધ્યાયની નીતિમાં માનતો હતો.
