એલન મસ્કે શું ધડાકો કર્યો પોતાના વિષે ? જુઓ
અબજોપતિ બિઝનેસમેન એલન મસ્કે એવો દાવો કર્યો છે કે પાછલા 8 માસમાં મારી હત્યા કરવાના બે વખત પ્રયાસ થયા હતા. અમેરિકી પૂર્વ પ્રમુખ ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ મસ્કે નિવેદન આપ્યું હતું, એમણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને આ દાવો કર્યો હતો અને એક નવી જ ચર્ચા જગાવી દીધી હતી. એમણે લખ્યું છે કે મારા પર બે વાર હુમલા થયા હતા.
એમણે કહ્યું હતું કે ટેક્સાસમાં ટેસ્લા વડામથકથી 20 મિનિટની ડ્રાઈવ વખતે 2 લોકોને બંદુકો સાથે પકડવામાં આવ્યા હતા. એમણે ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા ગોળીબારની ઘટનાની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ ઘટના બન્યા બાદ સિક્રેટ સર્વિસના હેડએ તત્કાળ રાજીનામું આપી દેવું જૉઇએ.
મસ્કે એમ પણ કહ્યું છે કે સિક્રેટ સર્વિસ સુરક્ષાની મહત્વની કામગીરીમાં નિષ્ફળ થઈ છે. એમણે ટ્રમ્પ માટે લાગણી દર્શાવી હતી અને એમને ટેકો આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મસ્કે ટ્રમ્પના ઇલેક્શન માટે મોટો ફાળો પણ આપ્યો છે પણ રકમ કેટલી છે તે અંગે કશું બહાર આવ્યું નથી.
જો કે મસ્કે પોતાની હત્યા કરવાના બે વખત પ્રયાસ થયા છે તેમ કહીને ભારે ચર્ચા જગાવી દીધી છે. બીજી વખત હત્યાનો ક્યાં પ્રયાસ થયો હતો તે અંગે એમણે માહિતી આપી નહતી. ટ્રમ્પ પર થયેલા હુમલાની તપાસ ઝડપી થવી જોઈએ તેવી માંગ પણ એમણે કરી છે. મસ્કે અત્યારની સ્થિતિ અંગે કહ્યું છે કે આવનારો સમય ખતરનાક છે.