પીએફ ખાતાધારકોને શું મળ્યો લાભ ? જુઓ
કેવી છૂટ મળી ?
ઇપીએફઓ દ્વારા નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે પોતાના ખાતાધારકોને મોટી રાહત આપવામાં આવી હતી. હવે પીફ ખાતાધારક પોતાની કે પછી પોતાના પર આશ્રિત કોઈ સભ્યની સારવાર કરાવવા માંગતા હોય તો પોતાના ખાતામાંથી હવે રૂપિયા 1 લાખ કાઢી શકશે.
આ પહેલા અધિકતમ મર્યાદા રૂપિયા 50 હજાર હતી અને હવે તેને ડબલ કરી દેવાઈ છે. 16 મી એપ્રિલથી આ નવો નિયમ લાગુ કરી દેવાયો છે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ઇપીએફઓ દ્વારા સોફટવેરમાં પણ ફેરફાર કરી દેવાયા છે. આમ કરીને ખાતાધારકોને મોટી રાહત આપવામાં આવી છે.
નવા નિયમ મુજબ આ સુવિધાનો લાભ લેવા માટે કાર્ય દિવસમાં અરજી કરતાં હોય તો આગલા જ દિવસે ખાતામાં રૂપિયા જમા થઈ જશે. ખાતાધારકની મરજી હોય તો તે સીધા જ હોસ્પિટલના ખાતામાં પણ રકમ મોકલાવી શકશે. આમ થવાથી ધારકને વધુ સુવિધા મળશે.
જો કે દર્દીની સારવાર બાદ ડિસ્ચાર્જ થયાના 45 દિવસની અંદર સારવારના દસ્તાવેજો જમા કરાવવા પડશે. આ માટે ખાતા ધારકો ઓનલાઈન અરજી પણ કરી શકે છે. દર્દીને જો ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હોય તો તપાસ થયા બાદ જ દાવાનો લાભ મળશે.