આવતા સપ્તાહે પગારદાર વર્ગ માટે શું માઠા ખબર આવી શકે છે ? શું છે સંકેત ? જુઓ
સરકાર જ્યારે લોકોને કોઈ ખુશી આપે છે તો તે ક્યારેક ટુકજીવી પણ હોઇ શકે છે. કહેવાનો અર્થ એ છે કે જો તમે તમારા 12 લાખ રૂપિયાના પગારને ટેક્સ ફ્રી થવાથી ખુશ છો, તો આ સમાચાર તમને ચોંકાવી શકે છે. સરકાર પગારદાર વર્ગ માટે ટેક્સમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આવકવેરાનો નવો કાયદો આવે ત્યારે તેમાં ભથ્થા પણ કરપાત્ર બની શકે છે તેવા સંકેત બહાર આવ્યા છે. નવા ફેરફાર મુજબ પેટ્રોલ, મોબાઈલ, ટેક્સી કે જીમના નામ પર હવે ટેક્સ બચાવી શકાશે નહીં.
નાણાંમંત્રી નિર્મલાએ નાણાકીય વર્ષ 2025ના બજેટમાં પગાર સંબંધિત અધિનિયમ, ભથ્થાં અને પગારની વ્યાખ્યામાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો, તમારા પગારનો પાર્ટ-બી ભાગ હવે સમાપ્ત થવા જઈ રહ્યો છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એવી અપેક્ષા છે કે આવતા અઠવાડિયે સંસદમાં રજૂ થનારા આવકવેરા બિલમાં તેનો ઉલ્લેખ કરવામાં આવી શકે છે.
પર્ક્સ મળે છે પણ કોઈ ટેક્સ લાગતો નથી
અહેવાલો અનુસાર, અત્યાર સુધી તમારા પગારમાં 50 હજાર રૂપિયા પર્ક્સ ટેક્સેબલ આવકમાં સામેલ નહોતા. આમાં કંપની દ્વારા આપવામાં આવતા લેપટોપ, મફત ઘર, કાર, સબસિડીવાળો નાસ્તો, ખોરાક, તબીબી સુવિધા, ક્લબ સભ્યપદ, મુસાફરી ભથ્થું વગેરે જેવા લાભો કરપાત્ર આવકમાં શામેલ નથી. આ ઉપરાંત મોબાઈલ બિલ, પ્રોવિડન્ટ ફંડ, મનોરંજન અને મફત તબીબી સુવિધાઓ, ટેક્સી બિલ અથવા જીમ બિલ પણ કરમુક્ત લાભોમાં શામેલ છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે આ લાભોમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો સરકાર પગારમાંથી લાભો દૂર કરે છે, તો તમે મોબાઇલ બિલ, જીમ બિલ, પેટ્રોલ જેવી વસ્તુઓ પર ટેક્સ બચાવી શકશો નહીં અને આ તમારા પગારનો ભાગ બની જશે. આવી સ્થિતિમાં, તમારી કુલ કરપાત્ર આવક પણ વધશે.