Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

જુગારનો હિસાબ હવે ગૂગલ-પે, ફોન-પે ઉપર !!

Sun, February 2 2025

સ્ટેટ મોનિટરિંગ સેલે પકડેલી જુગાર ક્લબમાં ૧૨.૨૮ લાખનો ઓનલાઈન પેમેન્ટની લેતી-દેતી મળી
પોલીસની રેડ પડે એટલે ફિલ્ડ'માં વધુ રોકડ ન મળે તે માટે ક્લબ સંચાલકે અજમાવ્યો'તો નવતર કીમિયો: સુરેન્દ્રનગરના ચાર સહિત ૩૩ જુગારી પકડાયા

રાજકોટ સહિત આખા ગુજરાતમાં દરરોજ લાખો રૂપિયાનો જુગાર પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જુગાર ક્લબ ઉપર પોલીસ દરોડો પાડે એટલે મોટી સંખ્યામાં રોકડ મળી આવતી હોવાને કારણે તે કેસક્વોલિટી’ કેસ ગણાતો હોય છે સાથે સાથે જુગારીઓને પણ છૂટવામાં તકલીફ પડતી હોય છે ત્યારે ઘણીખરી ક્લબમાં ટોકન આધારિત જુગાર રમાતો હોવાનું સામે આવ્યું છે પરંતુ હવે ઓનલાઈન પેમેન્ટ થકી જુગાર રમાડતી એક ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડતાં ચકચાર મચી જવા પામી હતી.


સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.વી.પટેલે પાટણ જિલ્લાના ચાણસમા ગામે નવજીવન સ્પોર્ટસ ક્લબ કે જે પાટણ રોડ નજીક આવેલું છે ત્યાં દરોડો પાડીને સુરેન્દ્રનગરના ચાર સહિત ૩૩ જુગારીઓને પકડી પાડ્યા હતા. આ ક્લબમાં તીનપત્તી સહિતનો જુગાર રમાતો હતો.


પોલીસ દ્વારા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો ત્યારે રોકડ માત્ર ૮૫૯૫૦ રૂપિયા જ હાથ લાગી હતી પરંતુ ક્લબમાં જ જુગારીઓ સાથે પૈસાની લેતી-દેતી કરવા માટે સંચાલક પાર્થ ઉર્ફે પિન્ટુ હસમુખભાઈ પટેલ દ્વારા ગૂગલ-પે અને ફોન-પેની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં ૧૨,૨૮,૨૩૭ રૂપિયાની લેતી-દેતી થઈ હોવાનું ખુલ્યું હતું.


પાર્થ પટેલ દ્વારા કોઈ જુગારી જુગાર રમવા આવે એટલે તેને એન્ટ્રી આપી દેવામાં આવતી હતી અને ફિલ્ડમાં બેસાડી દેવામાં આવતો હતો. આ પછી દરેક જુગારી ઉપર નજર મતલબ કે તે કેટલા પૈસા હારે છે અને કેટલા પૈસા જીતે છે તેનું ધ્યાન રાખવા માટે માણસો ગોઠવ્યા હતા. જેવો જુગારી ઉભો થાય અને કેશિયર પાસે હિસાબ કરાવવા જાય એટલે રોકડની જગ્યાએ ફોન-પે અને ગૂગલ-પે જ કરવાનો આગ્રહ રાખવામાં આવતો હતો. આ ક્લબ છેલ્લા એક મહિનાથી ધમધમી રહી હોવાની આશંકા પ્રારંભિક તપાસમાં સામે આવી છે.


વળી, જુગાર ક્લબમાં દરેક જુગારીનો હિસાબ કરવા માટે કેલ્ક્યુલેટર પણ રાખવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ૧૨,૨૮,૨૩૭ની લેતી-દેતી કરાયેલું ફોન-પે અને ગૂગલ-પેનું મશીન, ૧૪.૬૫ લાખના વાહન, ૧.૭૪ લાખના ૩૭ મોબાઈલ, ચાર ટેબલ, ૨૫ ખુરશી, ડીવીઆર, કેલ્ક્યુલેટર સહિત ૧૭,૩૭,૧૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આઠ લોકોને ફરાર જાહેર કરાયા હતા તો ૩૩ની ધરપકડ કરાઈ હતી. સુરેન્દ્રનગરથી જે જુગારી છેક પાટણ રમવા ગયા હતા તેમાં શાહરૂખ યાસીનભાઈ સૈયદ (રહે.પાટડી), જાવેદ હસનભાઈ ભટ્ટી (રહે.પાટડી), ઈબ્રાહિમ મુલકભાઈ કુરેશી (રહે.પાટડી), રઘુ સોમાભાઈ પરમાર (રહે.પાટડી)નો સમાવેશ થાય છે.

Share Article

Other Articles

Previous

તેલંગણામાં કોંગ્રેસ સરકાર કેવી રીતે આવી સંકટમાં ? શું થયું ? જુઓ

Next

આવતા સપ્તાહે પગારદાર વર્ગ માટે શું માઠા ખબર આવી શકે છે ? શું છે સંકેત ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
હોળી પહેલા જ સરકારી કર્મીઓ અને પેન્શનરોને મળી શકે છે ગિફ્ટ: મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો થઈ શકે છે જાહેર
13 કલાક પહેલા
IND vs PAK T20 WC: બહિષ્કાર કરવાની હવા નીકળી, ભારત સામે મેચ રમવા પાકિસ્તાને મૂકી 3 શરત, જુઓ શું છે માંગણી
14 કલાક પહેલા
બાકી રહેલી ફાઇલો જાહેર કરો! એપ્સટિન ફાઇલ્સ પ્રકરણમાં પીડિત મહિલાઓ વિડિયોમાં વર્ણવી આપવીતી, સત્ય જાહેર કરવા કરી માગ
14 કલાક પહેલા
બનાસકાંઠામાં પ્રેમલગ્નમાં યુવકની હત્યાનો મામલો: 9 લોકોને પડી આજીવન કેદની સજા, જાણો શું હતો મામલો જેને કોર્ટે ઓનર કિલિંગ માન્યો
15 કલાક પહેલા
Categories

નેશનલ

2880 Posts

Related Posts

લોન ધારકોને રાહત, ઇએમઆઇ નહીં વધે, રેપો રેટ 6.5% એ યથાવત, રિઝર્વ બેંકે જાહેર કરી ક્રેડિટ પોલિસી
નેશનલ
3 વર્ષ પહેલા
જસદણમાં પાંચ વર્ષની બાળકીને પિતરાઈ ભાઈએ અડપલા કર્યા
રાજકોટ
2 વર્ષ પહેલા
હવે દિલ્હીની તિહાર જેલને મળી બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
WPL 2025 Auction : IPLના ઓક્શન બાદ હવે વિમેન્સ પ્રીમિયર લીગનું ઓક્શન જાણો ક્યાં અને ક્યારે યોજાશે ??
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર