ડિજિટલ ડેટા સુરક્ષા માટે ડ્રાફ્ટમાં શું છે સારા નિયમો ? જુઓ
કંપનીઓ પર લગામ : સરકારે ડેટા સુરક્ષા માટે નવા નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કર્યો
કેન્દ્રના આઇટી મંત્રાલયે પર્સનલ ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટના ડ્રાફ્ટ નિયમો બહાર પાડ્યા છે અને તેના પર અભિપ્રાયો માંગ્યા છે. આ નિયમોની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. વાસ્તવમાં આ એક્ટને સંસદમાં ઓગસ્ટ 2023માં જ મંજૂરી આપવામાં આવી હતી. હવે સરકારે આ ડ્રાફ્ટ નિયમો પર લોકોનો અભિપ્રાય માંગ્યો છે.

ડ્રાફ્ટ મુજબ કોઈ પણ કંપનીએ ડેટા દેશની બહાર ટ્રાન્સફર કરવા માટે સરકારની મંજૂરી લેવી પડશે. સરકારે કહ્યું છે કે આ પગલું ડિજિટલ યુગમાં ડેટા ગુપ્તતાની વધતી ચિંતાને ધ્યાનમાં રાખીને ઉઠાવાઈ રહ્યું છે. ડેટા પ્રોટેક્શન બોર્ડ પણ બનવાનું છે. જે દરેક ફરિયાદની તપાસ કરશે.
આ નિયમો પર પ્રતિસાદ માઈ ગવર્નમેંટ પોર્ટલ દ્વારા 18 ફેબ્રુઆરી 2025 સુધી આપી શકાય છે. ઉદ્યોગ ડેટા સુરક્ષા નિયમો અંગે સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યો હતો જેથી નિયમોના પાલન અને નિયમોને લગતી જરૂરી જરૂરિયાતોના આધારે તૈયારીઓ કરી શકાય.