ઢંઢેરામાં મહિલાઓ માટે શું સુવિધાઓ ? વાંચો
ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં કહ્યું છે કે સરકારે લખપતિ દીદીના નેતૃત્વમાં દેશની લાખો મહિલાઓને સશક્ત કરી છે. ભવિષ્યમાં પણ આ અભિયાન ચાલુ રાખવાની ખાતરી અપાઈ છે. આ માટે કલ્યાણકારી યોજનાઓ સાથે મહિલા સહાયક જૂથોને મદદ આપવામાં આવશે.
આ ઉપરાંત સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર જેવી જીવલેણ સમસ્યાઓ પર પણ ધ્યાન આપવામાં આવશે. જાહેર સ્થળોએ મહિલાઓ માટે શૌચાલય બનાવવામાં આવશે.
ખસ કરીને કામકાજ કરતી મહિલાઓ જેમ કે ઔદ્યોગિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ માટે હૉસ્ટેલના નિર્માણ થશે. જેમાં શિશુગૃહ પણ હશે. આવનારા 5 વર્ષમાં પણ નારી ગરિમા અને નારી શક્તિ પર ફોકસ રહેશે. દેશના વિકાસમાં મહિલાની ભાગીદારી વધારવામાં આવશે.