કોલકત્તા હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સામે કેવા આરોપ ? વાંચો
કોલકાતા ડોક્ટર મર્ડર કેસમાં રોજ નવા ખુલાસાઓ વચ્ચે આરજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પર પણ અનેક મામલાઓમાં શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તેની વચ્ચે કોલકાતા પોલીસે હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ મંગળવારે ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો હતો.
સતત પાંચમા દિવસે તેમની પૂછપરછ થઈ હતી. દરમિયાન, મમતા બેનર્જીની સરકારે આ હોસ્પિટલમાં કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. જો કે ઘોષ સામે આ પ્રકારના અનેક આરોપો મૂકવામાં આવી રહ્યા છે.
ઘોષ સામે કોલેજના જ કેટલાક જવાબદાર લોકો એવો આરોપ પણ મૂકી રહ્યા છે કે તે સ્ટુડન્ટ પાસેથી રૂપિયા લઈને સુવિધાઓ અપાવતો હતો અને ગેસ્ટ હાઉસમાં દારૂ પણ આવતો હતો. તેની મંજૂરી સાથે જ આ કામ થતું હતું.
દરેક કામ માટે સંદીપ ઘોષ વસૂલાત કરતો હતો અને લાંચ વિના કોઈ કામ કે સુવિધા અપાવતો નહતો. હોસ્પિટલના જ લોકોએ આ મુજબની વાત સીબીઆઇ સુધી પહોંચાડી હોવાનું બહાર આવ્યું છે અને ઘોષની મુશ્કેલી હવે વધી શકે છે.