રાહુલ ગાંધીને પ્રશાંત કિશોરે શું આપી સલાહ ? જુઓ
જાણીતા રાજકીય રણનીતિ નિષ્ણાત અને જન સુરાજ પાર્ટીના વડા પ્રશાંત કિશોરે કોંગ્રેસને કેટલાક સૂચનો કર્યા છે. એમણે કહ્યું છે કે જો કોંગ્રેસને લોકસભાની ચુંટણીમાં અપેક્ષિત પરિણામ ના મળે તો રાહુલ ગાંધીએ 5 વર્ષ માટે પોતાના કદમ પાછા લઈ લેવા જોઈએ અને આ બાબતે એમણે વિચાર કરવો જોઈએ.
કિશોરે મીડિયાને આપેલી મુલાકાતમાં એમ કહ્યું હતું કે 10 વર્ષમાં સફળતા મળી નથી છતાં રાહુલ રસ્તેથી હટતા નથી અને કોઈ બીજા નેતાને આગળ આવવા દેતા નથી. આ વલણ પણ આલોકતાન્ત્રીક છે. રાહુલે 5 વર્ષ માટે પાર્ટીની કમાન કોઈ બીજા નેતાને સોંપી દેવી જોઈએ.
કિશોર રાહુલ પર વરસી પડ્યા હતા અને કહ્યું હતું કે રાહુલ ગાંધીને એવું લાગે છે કે તેઓ બધુ જાણે છે. જો તમને એમ લાગતું હોય કે તમારે મદદની જરૂર નથી તો કોઈ પણ તમારી મદદ કરી શકે જ નહીં. રાહુલ એમ જ માને છે કે તેઓ જે કરે છે તે બરાબર છે.
આજે પાર્ટીના ઘણા મોટા નેતાઓ ખાનગીમાં એ વાતનો સ્વીકાર કરે છે કે અમે કોઈ પણ નિર્ણય લઈ શકતા નથી. ગઠબંધન સાથીઓ સાથે પણ એક પણ બેઠક માટે ચર્ચા કરી શકતા નથી. જ્યાં સુધી ચોક્કસ લોકોની મંજૂરી મળે નહીં ત્યાં સુધી કોઈ કામ થઈ શકતું જ નથી. એક વાર એમણે મન બનાવ્યું હતું કે પાર્ટીની કમાન કોઈ બીજાને સોંપી દેશે પણ તેઓ એમ કરી શક્યા નથી.