સંભલમાં મળેલા મંદિર પાસે શું થઈ કાર્યવાહી ? શેની તપાસ થઈ ? વાંચો
ઉત્તર પ્રદેશના સંભલમાં 46 વર્ષ પછી ખુલેલા મંદિરની બાજુમાં આવેલા ઘરના ગેરકાયદેસર ભાગમાં દબાણ હટાવવાનું કામ મંગળવારે શરૂ થઈ ગયું હતું જોકે, આ કામમાં વહીવટી તંત્રએ પોતાનો હાથ નથી લગાવ્યો. મકાન માલિક મતીન અહેમદે પોતે મજૂરોને બોલાવીને તેને તોડવાની શરૂઆત કરી હતી. મંદિરની આસપાસ ગેરકાયદે બાંધકામ માટે તપાસ થઈ હતી અને ઘણા બાંધકામ મળ્યા હતા.
મંદિરના બાજુના મકાનનો ગેરકાયદેસર હિસ્સો મજૂરોએ તોડ્યો હતો. હથોડાથી ગ્રિલ તોડવામાં આવી હતી. મંદિરને કોઈ નુકસાન ન પહોંચે તે માટે તાડપત્રી પણ લગાવવામાં આવી હતી. આ મંદિર તાજેતરમાં અતિક્રમણ વિરોધી અભિયાન દરમિયાન મળી આવ્યું હતું. મંદિર મલીસસ બસસદ કસશ્રીબસશી શરૂ કરી દેવાઈઓ હતી.
આ મામલે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા મતીન અહેમદે કહ્યું કે, અમારી પાસે તમામ પેપર છે, અમે અમારી ઈચ્છાથી તમામ કામ કરાવી રહ્યા છીએ અને 2 થી 2.5 ફૂટનો હિસ્સો તોડવામાં આવશે. મંદિરને અડીને આવેલો ભાગ કાયદેસર છે અને ઉપરનું પિલર તોડવામાં આવે છે. પહેલા માળે આવેલી બાલ્કનીનો અડધાથી વધુ ભાગ તૂટી ગયો છે.
14 ડિસેમ્બરના રોજ જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ચલાવવામાં આવેલા અતિક્રમણ વિરોધી અભિયાન દરમિયાન આ મંદિર મળી આવ્યું હતું. સ્થાનિક વહીવટી તંત્રએ સંભલમાં અતિક્રમણ વિરોધી અભિયાન ચાલુ રાખ્યું છે. આ વચ્ચે જિલ્લા અધિકારી ડોક્ટર રાજેન્દ્ર પેંસિયાનેભારતીય પુરાતત્વ સર્વેક્ષણને પત્ર લખીને તેની વૈજ્ઞાનિક તપાસ કરવાની માગ કરી છે.
અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે એએસઆઇએ આ પત્રનો કોઈ જવાબ નથી આપ્યો. બીજી તરફ મતીન અહેમદના ઘરે સોમવારે સાંજે જ માપણી કરવામાં આવી હતી. એડિશનલ એસપી શિરીષ ચંદે કહ્યું કે, જો કંઈપણ ગેરકાયદેસર મળી આવશે તો તેને હટાવવામાં આવશે.