ભાજપના ઉમેદવાર સામે શું પગલાં લેવાયા ? વાંચો
ક્યાં બની ઘટના ?
ઓડિશાના ખુરદા ખાતે ભાજપના ઉમેદવાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ઉમેદવાર પ્રશાંત જગદેવની ધરપકડ કરવામાં આવી હતી. શનિવારે મતદાન દરમિયાન બોલગઢ-બેગુનિયા વિધાનસભા ક્ષેત્રમાં રાજસુનાખા પાસે કૌનિયા પટનામાં બૂથ નંબર 114માં તોડફોડ કરવા મામલે પોલીસે પ્રશાંત જગદેવની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેને ખુર્દા જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
પોલીસે પ્રિસાઈડિંગ ઓફિસરની ફરિયાદના આધારે કાર્યવાહી કરી હતી. પ્રશાંત જગદેવે મતદાન દરમિયાન ગુંડાગીરીની તમામ હદો વટાવી દીધી હતી. મતદાન દરમિયાન પોલીસે પ્રશાંતનો પીછો કર્યો અને તેની ત્યારે ધરપકડ કરી લીધી જ્યારે તેઓ ઇવીએમ તોડીને ભુવનેશ્વરથી સાંસદ પદના ઉમેદવાર અપરાજિતા ષડંગીની કારમાં બેસીને ભાગી રહ્યો હતો.
ભાજપ ઉમેદવાર પ્રશાંત જગદેવ અચાનક બૂથમાં ઘૂસી ગયો હતો અને મતદારો સાથે ગેરવર્તણૂક કરી હતી અને પ્રિસાઈડિંગ ઓફિસર તથા પોલિંગ ઓફિસર પર હુમલો કર્યો હતો.