ઇસરોએ ફરીવાર કઈ સિધ્ધી મેળવી ? શું લોન્ચ કર્યું ? વાંચો
શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઇસરોએ રોકેટ લોન્ચની સદી પૂર્ણ કરી ઇતિહાસ રચી દીધો છે. ઇસરોએ બુધવારે જીએસએલવી એફ-૧૫ રોકેટ દ્વારા નેવિગેશન સેટેલાઇટ એનવીએસ-૨ લોન્ચ કર્યું હતું. આ મિશન હેઠળ બીજી પેઢીના પાંચ ઉપગ્રહોનો સમાવેશ થાય છે. અગાઉ 29 મે, 2023 ના રોજ, એનવીએસ-૧ ને જીએસએલવી-એફ-૧૨ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. શ્રીહરિકોટાથી આ ૧૦૦ મુ રોકેટ મિશન હતું.
જીએસએલવી એફ-૧૫ રોકેટ દ્વારા લોન્ચ કરાયેલ આ નેવિગેશન સેટેલાઇટ પરિવહનમાં યોગ્ય ટ્રેકિંગ અને માર્ગદર્શન આપવામાં મદદ કરશે. હવા અને દરિયાઈ ટ્રાફિકને કાર્યક્ષમ રીતે ટ્રેક કરશે. જ્યારે સૈન્ય અભિયાન હાથ ધરવા માટે સલામત, સ્થાનિક નેવિગેશન હોવાથી સંરક્ષણ ક્ષમતાઓમાં વધારો થશે.
તે ભારતીય ઉપખંડ તેમજ ભારતીય ભૂમિગત વિસ્તારોથી લગભગ 1,500 કિલોમીટર સુધીના વિસ્તારોના યૂઝર્સને ચોક્કસ સ્થિતિ, ગતિ અને સમયની માહિતી પ્રદાન કરશે. નેવિગેશન સેવાઓની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
આમાં બીજી પેઢીના પાંચ ઉપગ્રહોનો સમાવેશ થાય છે. અગાઉ 29 મે, 2023 ના રોજ, એનવીએસ-૧ ને જીએસએલવી-૧૨ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. યુઆર સેટેલાઇટ સેન્ટર દ્વારા ડિઝાઇન અને વિકસિત એનવીએસ-૨ ઉપગ્રહનું વજન લગભગ 2,250 કિલો છે. તેમાં એનવીએસ-૧ જેવા સી -બેન્ડમાં રેન્જિંગ પેલોડ છે.