વિકએન્ડ એન્જોય વિથ OTT : આઝાદ-બી હેપ્પી સહિત આ 7 ફિલ્મ-વેબ સીરિઝ હોળીની 3 દિવસની રજામાં આપશે ભરપૂર મનોરંજન
હાલ લોકો OTT પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સીરીઝ જોતા વધુ થયા છે. નવી રિલીઝ થયેલી વેબ સિરીઝ અને મૂવીઝની આતુરતાથી રાહ જુએ છે. લોકો ફિલ્મ અને વેબસીરિઝ જોવા માટે લોંગ વિકેન્ડની રાહ જોતાં હોય છે ત્યારે હોળી અને ધૂળેટીની રજા સાથે લોંગ વિકેન્ડ પણ મળે છે આ વખતે 3 દિવસની રજા છે. જો તમે આ સપ્તાહના અંતે મજા બમણી કરવા માંગતા હો, તો તમે ઘરે બેઠા આ વેબ સિરીઝ અને ફિલ્મો જોઈને જોઈ શકો છે જે તમને ભરપૂર મનોરંજન આપશે.
‘એજન્ટ’

ડીનો મોરિયા સોની લિવ પર આવી રહેલી ફિલ્મ ‘એજન્ટ’માં પણ જોવા મળશે. ઘણા વર્ષો પછી, આ સ્ક્રીન પર જોવા મળશે. આ વેબ સિરીઝ ૧૪ માર્ચે રિલીઝ થઈ રહી છે. આ એક એક્શનથી ભરપૂર સ્પાય થ્રિલર ફિલ્મ છે.
‘આઝાદ‘

રાશા થડાનીની પહેલી ફિલ્મ ‘આઝાદ’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મથી અજય દેવગનની બહેનના દીકરા અમલ દેવગણે પણ ડેબ્યૂ કર્યું છે. તે થિયેટરોમાં સારું પ્રદર્શન કરી શક્યું નહીં. હવે તે OTT પર આવી રહ્યું છે.
‘બી હેપ્પી’

અભિષેક બચ્ચનની ફિલ્મ ‘બી હેપ્પી’ ડાન્સ ડ્રામા પર આધારિત છે. પિતા-પુત્રીની જોડી વિશ્વના સૌથી મોટા ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લે છે. તમે આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર જોઈ શકો છો.
દૂપહિયા

તમે એમેઝોન પ્રાઇમ વિડીયો પર પરિવાર-મૈત્રીપૂર્ણ ડ્રામા સીરિઝ દૂપહિયા જોઈ શકો છો. આ એક એવા ગામની વાર્તા છે જ્યાં 25 વર્ષથી કોઈ ગુનો થયો નથી. પરંતુ જ્યારે આ ઉજવણી થઈ રહી હતી, ત્યારે ત્યાંથી બાઇક ચોરાઈ જાય છે. જુઓ, વાર્તા રસપ્રદ છે.
વનવાસ

આ વખતે નાના પાટેકર અને ઉત્કર્ષ શર્મા હોળીના તહેવાર પર દર્શકોને આશ્ચર્યચકિત કરવા આવી રહ્યા છે. અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મની વાર્તા ફક્ત એ છે કે એક પિતા સ્મૃતિ ભ્રંશથી પીડાય છે. પરિવાર તેની કેવી રીતે સંભાળ રાખે છે. તે ZEE5 પર રિલીઝ થઈ રહ્યું છે.
આશ્રમ

પ્રકાશ ઝાની વેબ સિરીઝની નવી સીઝન રિલીઝ થઈ ગઈ છે. બોબી દેઓલ ફરી એકવાર તમારા બધાની સામે છે. આ શ્રેણીમાં ત્રિધા ચૌધરી, અદિતિ પોહનકર, એશા ગુપ્તા, ચંદન રોય સાન્યાલ જેવા કલાકારો જોવા મળશે.
‘બ્રિજીટન’

વેબ સિરીઝ ‘બ્રિજીટન’માં કેટ શર્માની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલી સિમોન એક નવી ફિલ્મ ‘પિક્ચર ધીસ’માં જોવા મળી રહી છે. આ વાર્તા એક ૩૦ વર્ષની છોકરીની છે જે પોતાનો ફોટો સ્ટુડિયો ચલાવે છે. તેણી જે પ્રકારના પડકારોનો સામનો કરે છે અને તે વ્યવસાયને નવી ઊંચાઈઓ પર કેવી રીતે લઈ જાય છે તે ખૂબ જ પ્રેરણાદાયક છે.