લગ્ન સ્પેશિયલ જાહેરાત… ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકર અને પૂજા જોશી એકમેકના થશે, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
દેશમાં લગ્નની સિઝન આવી રહી છે. આ વર્ષે પણ દેશના વિવિધ ભાગોમાં લાખોની સંખ્યા લગ્ન પ્રસંગોનું આયોજન થશે. ત્યારે આ લગ્નની સિઝનમાં ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકર અને પૂજા જોશી એકમેકના થશે. બંનેએ પોસ્ટ શેર કરીને માહિતી આપી છે કે બંને લગ્ન બંધનમાં બંધાશે.
છેલ્લા ઘણા દિવસથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ અફવા ઉડી રહી હતી. આ બંને સ્ટાર્સે પણ આ અફવાઓનું જવાબ આપવાનું ટાળ્યું હતું. ત્યારે હવે બંનેએ ઈનસ્ટાગ્રામ પર તેમના ઓફિશિયલ રિલેશનશીપ સહિત લગ્નની જાહેરાત કરી છે.
લગ્નની જાહેરાત કરતા પૂજા જોષીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને લખ્યું કે, ‘બધી જ અફવાઓને આરામ આપીએ છીએ. રીલથી રિયલ સુધી. તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ! કાઉન્ટડાઉન શરૂ.’
ગુજરાતી અભિનેત્રી પૂજા જોષી અને અભિનેતા મલ્હાર ઠાકર બન્ને સાથે સ્ક્રિન પર બહુ ક્યૂટ લાગે છે. મ્લહાર ઠાકર અને પૂજા જોષીએ સાથે એક વેબસિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓએ વેબસિરીઝ ‘વાત વાતમાં’ સાથે કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે ફિલ્મ ‘વીર ઈશાનું સિમંત’ અને ‘લગન સ્પેશ્યલ’માં કપલની ભૂમિકામાં જોવા મળ્યા હતા.