અમે નેતન્યાહૂને મારી નાખીશું: ઇરાનની ધમકી, ઇઝરાયલના સેનાના વડા અને મંત્રીઓ સહિત ઇરાને 11 લોકોનું હિટ લિસ્ટ જાહેર
ઈરાન અને ઈઝરાયલ હવે ખૂંખાર યુધ્ધ તરફ આગળ વધવાના ઝનૂની સંકલ્પ સાથે મેદાને પડ્યા છે અને તેના ભાગરૂપે ઈરાને ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ તેમજ રક્ષામંત્રી અને ઈઝરાયલના સેનાના વડા સહિત ૧૧ મોટામાથાઓને મારી નાખવા માટેનો પોતાનો ઝનૂની સંકલ્પ જાહેર કર્યો હતો અને બુધવારે ઈરાનમાં ગુપ્તચર તંત્ર દ્વારા ૧૧ ટોચના નેતાને સેનાના અધિકારીઓનું હિટ લિસ્ટ બહાર પાડ્યું હતું.
ઈરાને આ લિસ્ટમાં નામ સાથે તસવીરો પણ જાહેર કરી હતી અને કહ્યું હતું કે અમે આ બધાને મારી નાખીશું. ઈઝરાયલની સેનાના વડા હિલેવીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે અને કેટલાક મંત્રીઓના નામ પણ છે. આ બધાને ઈરાને ઈઝરાયલી આતંકવાદી તરીકે જાહેર કર્યા હતા. આ હરકત લડાઈને વધુ ખૂંખાર બનાવશે તેવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. જો કે તેની સામે ઈઝરાયલ દ્વારા પણ ઈરાનના પરમાણું મથકોને નિશાન બનાવવાનો પ્લાન બનાવવામાં આવ્યો
હોવાનું બહાર આવ્યું હતું અને જો આમ થાય તો આખા વિશ્વમાં ખળભળાટ મચાવજી આ લડાઈ વધુ હજારો લોકોના જીવ લઈ શકે છે. ઈરાને મિસાઈલ હુમલો કર્યા બાદ મધ્ય-પૂર્વમાં વધુ આગ લાગી ગઈ હતી. જો કે જોર્ડને પોતાના હાથ ઉંચા કરી દીધા છે અને એમ કહ્યું છે કે, અમે અમારી હવાઈ સીમા બંધ કરી દઈશું.

ભારતે ડાયલોગ અને ડિપ્લોમસીથી હલ કાઢવા સંદેશ આપ્યો
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલી ભયાનક લડાઈ વચ્ચે ભારતે શાંતિનો સંદેશ આપ્યો હતો અને વિદેશ મંત્રાલય દ્વારા એમ જાહેર કરવામાં આવ્યું હતું કે, ભારત આ લડાઈથી ખુબ જ ચિંતીત છે અને બન્ને દેશોને અમે ડાયલોગ અને ડિપ્લોમસી દ્વારા પ્રશ્નનો હલ શોધવાની અપીલ કરી છે. રશિયા અને યુક્રેન યુધ્ધમાં પણ ભારતે શાંતિ અને વાટાઘાટની અપીલો કરી હતી.
ભારતીયોને ઇરાનની યાત્રા નહીં કરવા અપીલ
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સામસામા હુમલા શરૂ થયા છે અને આ લડાઈ આગળના દિવસોમાં હજુ વધુ ભયંકર બને તેવી સંભાવના છે અને તેને પગલે ભારતે પણ સત્તાવાર રીતે એડવાઈઝરી જારી કરીને ઈરાનની યાત્રા નહીં કરવાની અપીલ કરી હતી તેમજ ઈરાનમાં રહેતા ભારતીયોને તહેરાન દૂતાવાસના સંપર્કમાં રહેવાની પણ અપીલ કરી હતી.
