ડિપાર્ચરનાં વોશરૂૂમમાં `બેદરકારી’ને કાળા ઝબલામાં છુપાવી અઠવાડિયાથી વોશબેઝીન ચોપ્પ
રાજકોટ એરપોર્ટમાં “બાકી સબ ઠીક હૈ”નાં દાવા વચ્ચે ફરી અવ્યવસ્થા સામે આવી
એક વોશબેઝીન બંધ થયા બાદ રીપેર ન થયું ને હવે બંને બંધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપન સમાન ગણાતા રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલમાં સુવિધાઓના દાવાઓ ખોખલા સાબિત થતા દેખાઈ રહ્યા છે. એક તરફ આધુનિકતા અને સુવિધાઓના મોટા દાવા કરવામાં આવ્યા હતા, ત્યારે બીજી તરફ હકીકતમાં “એક સાંધે ને તેર તૂટે” જેવી સ્થિતિ સર્જાઈ છે.
ટર્મિનલના ડિપાર્ચર વિસ્તારમાં આવેલા સ્ટાફના વોશરૂમમાં છેલ્લા એક સપ્તાહથી વોશરૂમ ચોપ થઈ ગયા છે. પહેલા એક વોશરૂમ બંધ પડ્યો અને ત્યારબાદ બીજી વોશિંસક કામ કરતી બંધ થઈ ગઇ છે. અચરજની વાત તો એ છે કે, રીપેરિંગ કરવાની જગ્યાએ આ વોશરૂમ અને િંસકોને કાળા ઝબલા (પ્લાસ્ટિક બેગ)થી ઢાંકી દેવામાં આવ્યા છે, જે એરપોર્ટ જેવી ઉચ્ચ કક્ષાની સુવિધા માટે શોભાસ્પદ નથી.
એરપોર્ટ ઓથોરિટી દ્વારા સત્તાવાર રીતે વાઈ-ફાઈ અને મોબાઈલ નેટવર્ક સુધારાની જાહેરાત કરવામાં આવી હતી, છતાં હજી સુધી મુસાફરો અને સ્ટાફને સ્થિર નેટવર્કની સુવિધા મળતી નથી. કોલ ડ્રોપ, ધીમી ઈન્ટરનેટ સ્પીડ અને કનેક્ટિવિટીની સમસ્યા યથાવત છે.આ તરફ સ્ટાફ રૂમના વોશરૂમની હાલત પણ અત્યંત બદતર હોવાનું સામે આવ્યું છે. સ્વચ્છતા અને મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે કર્મચારીઓને રોિંજદી કામગીરી દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, સિક્યુરિટી હોલ્ડ એરિયામાં છેલ્લા ચાર દિવસથી એક લિફ્ટ બંધ હાલતમાં છે, જેના કારણે વૃદ્ધ મુસાફરો, દિવ્યાંગો તેમજ એરપોર્ટ સ્ટાફને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
પાણીની સમસ્યા પણ ગંભીર બની છે. વારંવાર પાણી મળતું નથી તેવી ફરિયાદો વચ્ચે ગઈકાલે સવારે 5.30 વાગ્યાથી લઈને 8.30 વાગ્યા સુધી પાણી ન આવતાં પેસેન્જરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વોશરૂમ, હેન્ડ વોશ અને અન્ય જરૂરિયાતોમાં પાણી ન હોવાને કારણે મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. આ રીતે એક પછી એક સામે આવતી સમસ્યાઓને જોતા “બાકી સબ ઠીક હૈ” જેવો ઘાટ વડાપ્રધાન મોદીના સ્વપન સમાન ગણાતા રાજકોટ હીરાસર એરપોર્ટ પર જોવા મળી રહ્યો છે. હવે સવાલ એ ઊભો થાય છે કે એરપોર્ટ ઓથોરિટી ક્યારે આ ગંભીર મુદ્દાઓ તરફ ધ્યાન આપશે અને મુસાફરો તથા કર્મચારીઓને ખરેખર સુવિધાઓ મળશે કે નહીં…?
