વારાણસીમાં મોમોઝ માટે બે જૂથો વચ્ચે હિંસા, અનેક ઘાયલ
પોલીસ કાફલાએ મામલો સંભાળ્યો, અનેક લોકોની ધરપકડ, બજારો બંધ થઈ
વડાપ્રધાન મોદીના મતવિસ્તાર એટલે કે વારાણસીના આદમપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં એક મોમોઝ માટે બે જૂથ વચ્ચે ભારે બબાલ થઈ હતી. બે પક્ષો વચ્ચે ઇંટો-પથ્થરો ફેંકવાની ઘટનાથી વિસ્તારમાં નાશભાગ મચી ગઈ હતી. આ વિસ્તારમાં લગભગ અડધી કલાક સુધી પથ્થરમારો ચાલ્યો હતો.
આ ઘટનાના કારણે ઘણા લોકોને ઇજા થઇ હતી. પોલીસે તરત જ ઇજાગ્રસ્તોને ડિવિઝનલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. તે જ સમયે, પોલીસ ઘણા લોકોની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ કરી હતી પોલીસે જણાવ્યું હતું કે, મોમો વેચનાર સહિત ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જેતપુરા, સારનાથ, કોતવાલી અને આદમપુર પોલીસ સ્ટેશનના દળોને બોલાવવામાં આવ્યા હતા.
કરણ નામનો યુવક વિજયપુરા ચારરસ્તા પાસે મોમોની દુકાન ચલાવે છે. ખજુરિયામાં રહેતો એક યુવક અરુણ રાજભર મોમો ખરીદવા આવ્યો હતો. મોમો લેતી વખતે એક ટુકડો જમીન પર પડ્યો આવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. ત્યાં હાજર લોકોએ અરુણ રાજભરના યુવકને ઢોર માર માર્યો હતો. થોડી વાર પછી ઘાયલ યુવક પણ ઘણા લોકો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો. થોડી જ વારમાં બંને પક્ષો સામસામે આવ્યા અને પથ્થરમારો શરૂ થયો. આ ઘટનાથી વિસ્તારમાં ભારે નાશભાગ મચી ગઈ હતી.