VIDEOS: બોલીવુડના સ્ટાર્સ બાપ્પાના રંગમાં રંગાયા : અંબાણી પરિવારથી લઈને અનેક એક્ટર-એક્ટ્રેસે વિઘ્નહર્તાનું કર્યું સ્વાગત
આજે ગણેશચતુર્થીનો પાવન દિવસ છે આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. સમગ્ર ભારતમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે બૉલીવુડની મોટી-મોટી હસ્તીઓ,વિવિધ સ્ટાર અને અંબાણી પરિવાર દ્વારા બાપ્પાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે અનુપમ ખેર, કરીના કપૂર ખાન, કુણાલ ખેમુ જેવા સ્ટાર્સ તેમના ચાહકોને શુભેચ્છા પાઠવી હતી અને બાપ્પાનું સ્વાગત પર કયું હતું.
અંબાણી પરિવારના આંગણે ગજાનનનું આગમન
ગણપતિ બાપ્પાના આગમન પહેલા જ એન્ટિલિયાને શણગારાયું હતું. અનંત અંબાણી અને રાધિકા અંબાણી એન્ટિલિયા ચા રાજાને ઘરે લાવ્યા છે. અનંત અંબાણી અને રાધિકા અંબાણીએ ગણપતિ બાપ્પાની પૂજા કરી અને તેમના આશીર્વાદ લીધા અને પછી બાપ્પાને એન્ટિલિયામાં સ્થાપના માટે લાવ્યા.
અનન્યા પાંડે બાપ્પાનું સ્વાગત કર્યું
અનન્યા પાંડે ગણેશ ચતુર્થી પર પરિવાર સાથે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું જેના ફોટોઝ તેણે પોતાના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર મુક્યા છે.
આ પણ વાંચો : રણબીર-આલિયાની અઢી વર્ષની દીકરી બની ફોટોગ્રાફર : રાહાએ મમ્મીનો અદભૂત ફોટો ક્લિક કરતાં ફેન્સ રહી ગયા દંગ
સોનુ સૂદે બાપ્પાને આવકાર્યા
અભિનેતા સૌનુ સૂદ પણ ગણપતિ બાપ્પાને પોતાના ઘરે લાવ્યા છે. સોશિયલ મીડિયા પરના ઘણા વીડિયોમાં અભિનેતા પોતાની કારમાં બાપ્પાની મૂર્તિ મૂકીને આરતી કરતા જોવા મળે છે. ચાહકો પણ તેનો વાયરલ વીડિયો ખૂબ પસંદ કરી રહ્યા છે.
ભારતી સિંહ-હર્ષ લિબાચિયાએ કર્યું દુદાળા દેવનું સ્વાગત
ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિબાચિયાએ પણ ગણેશ ચતુર્થીના દિવસે ખૂબ જ ધામધૂમથી ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું છે, જેના કારણે તેમના ઘરમાં ખુશીનો માહોલ છે. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દર્શાવતા, ભારતી અને હર્ષ દર વર્ષે બાયોડિગ્રેડેબલ માટીથી બનેલી મૂર્તિ સ્થાપિત કરે છે, તેમનો પુત્ર ગોલા પણ બાપ્પાના સ્વાગતથી લઈને વિસર્જન સુધીની વિધિઓમાં સંપૂર્ણ ઉત્સાહથી ભાગ લેતો જોવા મળે છે.
બાપ્પાના આગમનથી હંસિકા મોટવાણીની ખુશી છલકાઈ
અભિનેત્રી હંસિકા મોટવાણી પણ બાપ્પાને પોતાના ઘરે લઈ જઈ રહી છે. કારમાં બેઠેલી, બાપ્પાની મૂર્તિ તેના હાથમાં સ્પષ્ટ દેખાય છે. તેના ચહેરા પર પણ ખુશી દેખાતી હતી.
અંકિતા લોખંડેએ માતા સાથે ગજાનન ગણપતિને આવકાર્યા
અભિનેત્રી અંકિતા લોખંડેના ઘરે પણ ગણપતિ બાપ્પાનું આગમન થયું છે. અભિનેત્રી તેની માતા સાથે ગણપતિ બાપ્પાને લાવવા આવી હતી. તે ભાપ્પાની આરતી કરતી, તિલક લગાવતી અને હાથ જોડીને આશીર્વાદ લેતી જોઈ શકાય છે. આ દરમિયાન તેના ચહેરા પર પણ ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી.
ગુરમીત ચોધરીએ પત્ની-બાળકો સાથે બાપ્પાનું કર્યું સ્વાગત
અભિનેતા ગુરમીત ચોધરી અને દેબીના બેનર્જી પણ તેમના બાળકો સાથે ગણપતિ બાપ્પાને લાવવા આવ્યા હતા. આ દરમિયાન દેબીનાએ નારિયેળ ફોડીને તેમનું સ્વાગત કર્યું.
અર્જુન બિજલાનીએ એકદંતનું કર્યું ઉષ્માભર્યું સ્વાગત
બાપ્પા પણ અર્જુન બિજલાનીના ઘરે આવ્યા છે. યુવિકા ચૌધરી પણ ગણેશજીની મૂર્તિ સાથે જોવા મળી હતી. લાલ સૂટ અને કપાળ પર તિલક પહેરેલી અભિનેત્રી બાષ્પાનું સ્વાગત કરતી જોવા મળી હતી.
ધનશ્રી વર્માએ ગણપતિદાદાને હેતથી વધાવ્યા
ચહલથી અલગ થયા પછી ધનશ્રી વર્મા પણ પહેલીવાર બાપ્પાને પોતાની સાથે લઈ જઈ રહી છે. ભાપ્પાને લઈ જવાનો તેનો વીડિયો સામે આવ્યો છે.
