લે બોલો !! એલોન મસ્કના પગનો અંગૂઠો ચૂસતા ટ્રમ્પનો વિડીયો વાયરલ, AI અને હેકરોનું સંયુક્ત પરાક્રમ
ટ્રમ્પ વહીવટી તંત્ર ઉપરના એલોન મુસ્કના કથિત એકચક્રી વર્ચસ્વની હાંસી ઉડાડતો હોય તેમ ટ્રમ્પ એલોન મસ્કના પગના અંગૂઠો ચુસતા હોય તેવા એઆઈ નિર્મિત વીડિયોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ધૂમ મચાવી હતી.મહત્વની વાત એ છે કે હેકરોએ ડિપાર્ટમેન્ટ ઓફ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટના ટીવી મોનિટર્સ નો કબજો લઈ લીધો હતો અને સોમવારે એ સરકારી વિભાગના ટીવી ઉપર આ વિડીયો સતત પ્રસારિત થતો રહ્યો હતો.
પ્રેસિડેન્ટ ટ્રમ્પે થોડા દિવસો પહેલા તેમની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ’ ટ્રુથ’ ઉપર ‘ લોંગ લીવ
કિંગ ‘નામે એક વિડિયો પોસ્ટ કર્યો હતો. તેના જવાબ રૂપે એ આ વીડિયોને ‘ લોંગ લીવ રીયલ કિંગ ‘ નામ આપવામાં આવ્યું હતું.તેમાં ટેબલ ઉપર પગ રાખીને બેઠેલા મસ્કના પગનો અંગૂઠો ટ્રમ્પ ચૂસતા હોય અને પગને હળવે હાથે માલિશ કરતા હોય તેવા દ્રશ્યો હતા.
હાઉસિંગ એન અર્બન ડીવેલ્પમેન્ટ વિભાગના ટીવી પર
એ વીડિયો નજરે પડ્યા બાદ થોડી વારમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેનાથી છલકાવા લાગ્યા હતા. લોકોએ વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરી તેની મજા લીધી હતી.ઉલ્લેખનીય છે કે DOGE ના વડા તરીકે ટ્રમ્પે લીધેલા છટણી તેમ જ કર્મચારીઓને અઠવાડિક રિપોર્ટ આપવાના આદેશ સહિતના પગલાંઓ એ ભારે વિવાદ સર્જ્યો છે.ટ્રમ્પ માત્ર એલોન મસ્ક કહે એટલું જ પાણી પીતાં હોવાનો અનેક લોકો આક્ષેપ કરી રહ્યા છે.