Vice-President Election : રાધાકૃષ્ણનની સામે સુદર્શન રેડ્ડી! NDA ઉમેદવાર રાધાકૃષ્ણને ઉમેદવારી નોંધાવી, PM મોદી બન્યા પ્રથમ પ્રસ્તાવક
દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી નક્કી થઈ ગઈ છે. NDA પછી, ઈન્ડિયા એલાયન્સે પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. ઈન્ડિયા બ્લોકે NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન સામે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આજે NDA ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને પોતાનું નામાંકન દાખલ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સહિત ઘણા અન્ય NDA સાંસદોએ તેમનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું.

સીપી રાધાકૃષ્ણને પોતાનું નામાંકન દાખલ કર્યું
NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને પોતાનું નામાંકન દાખલ કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સહિત NDAના ઘણા અન્ય સાંસદો પણ ઉમેદવારી પત્ર ભરવા માટે તેમની સાથે હતા. આ દરમિયાન પીએમ મોદી તેમના પ્રથમ પ્રસ્તાવક બન્યા.
#WATCH | NDA candidate for Vice President post, C.P. Radhakrishnan files his nomination in the presence of PM Narendra Modi. pic.twitter.com/CsVolb3mYh
— ANI (@ANI) August 20, 2025
સીપી રાધાકૃષ્ણનના નામાંકન દાખલ કરતી વખતે NDAની એકતા પણ જોવા મળી હતી. ભાજપ અને સાથી પક્ષોના સાંસદોમાં પ્રફુલ્લ પટેલ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા, ચિરાગ પાસવાન, લલ્લન સિંહ, જીતન રામ માંઝી, કિરેન રિજિજુ અને અર્જુન રામ મેઘવાલ પણ હાજર હતા.

આવી સ્થિતિમાં, હવે સીપી રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે 9 સપ્ટેમ્બરના રોજ મુકાબલો નક્કી થયો છે. આ પછી, પ્રશ્ન એ છે કે શું NDA ઉમેદવાર ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી એકતરફી જીતશે કે પછી ઈન્ડિયા એલાયન્સ દ્વારા તેમને પડકારવામાં આવશે.

જો કે આંકડા પર નજર કરતાં સરકારની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે. વિપક્ષ પાસે પૂરતા આંકડા દેખાતા નથી. આમછતાં આ ચુંટણી ભારે રસપ્રદ બનશે તેમ મનાય છે. NDA ના ઉમેદવાર આજે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું અને વિપક્ષના ઉમેદવાર આવતી કાલે ઉમેદવારી પત્ર રજૂ કરશે.

મતોનું ગણિત શું છે?
લોકસભામાં કુલ સાંસદોની સંખ્યા 543 છે. આમાંથી, બશીરહાટની એક બેઠક ખાલી છે. રાજ્યસભામાં કુલ 245 બેઠકો છે. જોકે, આમાંથી 6 બેઠકો ખાલી છે. આ રીતે, બંને ગૃહોમાં ચૂંટાયેલા સભ્યોની કુલ સંખ્યા 781 છે. આવી સ્થિતિમાં, કોઈપણ જૂથને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી જીતવા માટે 391 સાંસદોની જરૂર પડશે. આમ આ ચુંટણી માટે બરાબરનો રંગ જામવાનો છે તેમ નાયક હે અને તે માટેની તૈયારી પણ થઈ ગઈ છે જ કે તે માટે અનેક વાર બન્યું છે તેમ આ રીતે ગૃહનું સંચાલન પણ કરવામાં મદદ મળશે કારણ કે બંને ઉમેદવારો ખૂબ જ શિક્ષિત છે અને અનુભવી છે. આ રીતે કામ કરવા માટે મીને પણ આઝાદી મળશે.
આંકડામાં સરકારની સ્થિતિ મજબૂત
માહિતી અનુસાર, હાલમાં સરકારના સમર્થનમાં લગભગ 427 સાંસદો છે. આમાંથી 293 લોકસભાના અને 134 રાજ્યસભાના છે. વિપક્ષી જૂથ ઇન્ડિયા એલાયન્સને 355 સાંસદોનું સમર્થન છે. આમાં 249 લોકસભા અને 106 રાજ્યસભાના સાંસદોનો સમાવેશ થાય છે. 130 થી વધુ સાંસદો કોઈપણ જૂથનો ભાગ નથી. આવી સ્થિતિમાં, આ સાંસદોનો મત ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. બાય ધ વે, NDA ગઠબંધન પાસે આંકડાઓમાં સ્પષ્ટ બહુમતી છે. કારણ કે આ ચૂંટણીમાં વ્હીપ અસરકારક નથી. આવી સ્થિતિમાં, કેટલાક સાંસદો ક્રોસ વોટિંગ દ્વારા આ ચૂંટણીને રોમાંચક બનાવી શકે છે.
બી. સુદર્શન રેડ્ડીએ યુપીએ સરકારને ખૂબ ઝાટકી હતી
બી. સુદર્શન રેડ્ડી સુપ્રીમ કોર્ટના જજ રહી ચૂક્યા છે. રેડ્ડી 2005માં ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનતા પહેલા 1995માં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં જજ હતા. તેઓ 2007 થી 2011 સુધી સુપ્રીમ કોર્ટના જજ હતા. આ પછી તેઓ નિવૃત્ત થયા. રેડ્ડી 2013 માં ગોવાના પ્રથમ લોકાયુક્ત અથવા ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલ તરીકે પણ સેવા આપી હતી. યુપીએ સરકાર વખતે એમણે કૌભાંડો અંગે મનમોહન સરકારને ખૂબ ઝાટકી હતી. કાળા ધન અંગે સરકારની ટીકા કરી હતી. 2 જી સ્પેક્ટ્રમ ફાળવણીની અંતિમ તારીખ આગળ વધારવાના મંત્રીના નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો હતો.
