વરુણ ગાંધીને આ પાર્ટીમાં જોડાઈ જવા આમંત્રણ મળ્યું..જુઓ
ઉતર પ્રદેશમાં પિલભિતની બેઠક પર ભાજપે વરુણ ગાંધીની ટિકિટ કાપ્યા બાદ તેમને કોંગ્રેસમાં જોડાઈ જવાનું કોંગી નેતા અધિર રંજન ચૌધરીએ આમંત્રણ આપ્યું હતું.અધિર રંજને કહ્યું કે વરુણ ચોખ્ખી પ્રતિભા ધરાવે છે અને શિક્ષિત છે. વરુણ ગાંધીનું કોંગ્રેસમાં સ્વાગત છે તેમ કહી તેમણે ઉમેર્યું કે વરુણના મૂળ ગાંધી પરિવાર સાથે જોડાયેલા હોવાથી ભાજપે તેમને પડતાં મૂક્યા છે.વરુણ ગાંધી પિલભિત ની બેઠક પરથી છેલ્લી બે ટર્મ થી વિજયી બનતા આવ્યા છે.તેઓ ઘણા સમયથી યોગી સરકાર તથા ભાજપની નીતિઓના વિરોધમાં નિવેદનો કરતા હતા.ભાજપે તેમને પડતાં મૂક્યા બાદ તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચા શરૂ થઈ હતી.હવે અધિર રંજન ચૌધરીના આમંત્રણનો તેઓ શું પ્રતિભાવ આપે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.મહત્વનું છે કે તેમના માતા મેનકા ગાંધીને ભાજપે સુલતાનપરની બેઠક પર રીપીટ કર્યા છે.
