ઉત્તરાખંડની કવિતાચંદએ ભારતનું ગૌરવ વધાર્યું, અંટાર્કટિકાની ટોપ પર પહોચી તિરંગો લહેરાવ્યો
ઉત્તરાખંડની 40 વર્ષની કવિતા ચંદએ અંટાર્કટિકા ની સૌથી ઊંચી ચોટી, માઉન્ટ વિન્સન (4,892 મીટર) પર સફળ ચડાઈ કરી ભારતનું નામ રોશન કર્યું છે.
14 ડિસેમ્બર 2025 ના રોજ શિખર પર પહોંચીને કવિતાએ આ મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી, તેમના રાજ્ય ઉત્તરાખંડમાં આ સફળતાને ગર્વથી ઉજવવામાં આવી છે.
કવિતા ચંદનું આ અભિયાન તેમના ‘સેવન સમિટ્સ’ લક્ષ્ય માટે મહત્વપૂર્ણ પગલું છે, જેમાં વિશ્વના સાત મહાદ્વીપોની સૌથી ઊંચી ચોટીઓ પર ચડાઈ કરવાની છે.
માઉન્ટ વિન્સન પર ચડાઈ દરમિયાન તેમણે તીવ્ર ઠંડી, સંપૂર્ણ એકાંત અને અચાનક આબોહવાની બદલવાની અડચણોનો સામનો કર્યો.
3 ડિસેમ્બરના રોજ ભારતથી પ્રસ્થાન કરનાર કવિતા 4 ડિસેમ્બરના રોજ ચિલીના પુંટા એરેનાસ પહોંચી અને 7 ડિસેમ્બર સુધી યુનિયન ગ્લેશિયર માટે ઉડાન ભરી.
