હિંદુ બહુમતિવાળી થઈ ગયેલી તમામ બેઠકો પર અભૂતપૂર્વ જંગી મતદાન
જમ્મુ-કાશ્મીરમાં નવા સીમાંકને સમીકરણો બદલી નાખ્યા
ત્રણ બેઠકો પર મુસ્લિમોએ બહુમતી ગુમાવી:ચેનાબ વેલીની આઠ બેઠકો સરકારના ગઠનમાં નિર્ણાયક બનશે
જમ્મુ કાશ્મીરમાં 370 મી કલમ રદ કર્યા બાદ યોજાયેલી પ્રથમ ચૂંટણીના પ્રથમ ચરણમાં થયેલા મતદાન બાદ ભાજપ મજબૂત સ્થિતિમાં આવી ગયો છે.જમ્મુ કાશ્મીરમાં નવું સીમાંકન કરવાનો ભાજપનો વ્યૂહ રંગ લાવ્યો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.ખાસ કરીને
ચેનાબ ખીણની આઠ બેઠકોમાં થયેલું મતદાન ભાજપ માટે ઉત્સાહપ્રેરક માનવામાં આવે છે.જમ્મુ કાશ્મીરમાં આ વખતે પંચકોણીય જંગ ખેલાઇ રહ્યો છે.એક પણ પક્ષ ગઠબંધન એકલા હાથે સરકાર રચવા જેટલી બહુમતી મેળવી શકે તેમ નથી ત્યારે ચેનાબ ખીણની બેઠકોના પરિણામો ને કારણે નવી સરકારના ગઠનમા ભાજપનો હાથ ઉપર રહેશે તેવું રાજકીય વિશ્લેષકોનું અનુમાન છે.
નવા સીમાંકન બાદ જમમુ પ્રાંતમાં છ બેઠકો વધી ગઈ છે.કાશ્મીર ખીણમાં એક બેઠક નો વધારો થયો છે.કાશ્મીરની કુલ 90 બેઠકોમાં હવે જમ્મુ ની 43 અને કાશ્મીર ખીણની 47 બેઠકો પર ચૂંટણી યોજાઈ છે. આનો અર્થ એ થયો કે 43.8 ટકા વસ્તી ધરાવતા જમ્મુ ના મતદારો 47.8 ટકા બેઠકો માટે અને 56.2 ટકા વસ્તી ધરાવતા કાશ્મીર ખીણના મતદારો 52.2 ટકા બેઠકો માટે મતદાન કરશે.નોંધનીય છે કે જમ્મુ પ્રાંતમાં ભાજપનો દબદબો છે અને ત્યાં છ બેઠકો વધવાને
કારણે રાજકીય ગણિત બદલાઈ ગયું છે.
ચેનાબ ખીણમાં પહેલા વિધાનસભાની છ બેઠકો હતી.નવા સીમાંકનમાં તેમાં ડોડા પશ્ચિમ અને પદેર – નાગસેની ની બેઠકો ઉમેરવામાં આવતા હવે ત્યાં આઠ બેઠકો થઈ ગઈ છે.નવી બનેલી પદેર બેઠકમાં કિષ્ટ્વડ સાથે જોડાયેલું ગામ સમાવી દેવામાં આવતા હવે એ બેઠક હિંદુ બહુમતી ધરાવતી થઈ ગઈ છે.ભાજપએ બેઠક ઉપર મજબૂત સ્થિતિમાં મુકાઇ ગયો છે.બીજી તરફ હિંદુ બહુમતી ધરાવતી જૂની ઇન્દ્રવલ બેઠકના મુલચિતેર અને કુંતવાડા બેલ્ટના વિસ્તારો કિષત્વડ માં ભેળવી દેવાતા એક સમયે બહુમતીમાં હતા તે મુસ્લિમો હવે લઘુમતીમાં આવી ગયા છે.વળી સીમાંકન પરિવર્તન પછી પણ ઈન્દ્રવલમાં હિંદુ બહુમતી યથાવત રહી છે.એકંદરેનવા સીમાંકન પહેલા ચેનાબ ખીણ ની તમામ છ બેઠકો પર મુસ્લિમોની બહુમતી હતી પણ હવે પદેર – નાગસેની,ડોડા પશ્ચિમ અને કિષ્ટવડ ની ત્રણ બેઠકો હિન્દુ બહુમતી ધરાવતી બની ગઈ છે.
2014માં પણ ચાર બેઠકો પર ભગવો લહેરાયો હતો
2014 ની ચૂંટણીમાં ચેનાબ ખીણની છ માંથી કિષ્ટવાડ,રામબન, ભાદરવાહ અને ડોડા ની બેઠક પર ભાજપનો વિજય થયો હતો.આ વખતે સીમાંકન પરિવર્તન બાદ ત્યાં બદલેલા સમીકરણો ને કારણે ભાજપ વધુ સારો દેખાવ કરશે અને આ આઠ બેઠકોના પરિણામો જમ્મુ કાશ્મીરની નવી સરકારના ગઠનમાં મહત્વનું પરિબળ સાબિત થશે તેવું માનવામાં આવે છે.
આ બેઠકો પર સરેરાશ કરતા 8 થી 21 ટકા વધારે મતદાન
જમ્મુ કાશ્મીરમાં પ્રથમ ચરણની 24 બેઠકો પર સરેરાશ 61.67 ટકા મતદાન થયું હતું પણ હિન્દુ બહુમતી ધરાવતી બેઠકો ઉપર પહેલા જિંદગી મતદાને વિક્રમ સર્જ્યો છે. હિંદુ બહુમતી ધરાવતી ઇન્દ્રવલ બેઠક પર 82.6 ટકા, નવી બનેલી પદેર – નેગીસન બેઠક પર 80.67 ટકા, ડોડા પશ્ચિમ ની બેઠક પર 75.98 ટકા, કિષ્ટવડ બેઠક પર 78.24 ટકા અને રામ બન અને ભાદરવાહ ની બેઠકો પર અનુક્રમે 69.67 અને 67.12 ટકા મતદાન થયું હતું.