કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો
કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું બે ટકા વધારવાની મંજૂરી આપી છે. આ જાહેરાત સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ ને મળતુ મોંઘવારી ભથ્થુ 53 ટકાથી વધી 55 ટકા થશે. અગાઉ જુલાઈ, 2024માં ભથ્થુ 3 ટકા વધારવામાં આવ્યું હતું.કર્મચારીઓને આ વધારો માર્ચના પગારની સાથે જ મળી જશે.
કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થુ એક જાન્યુઆરી, 2025થી અમલી બનશે. મોંઘવારી ભથ્થામાં વધારાથી કેન્દ્ર સ્તરના કરોડો કર્મચારીઓ અને પેન્શર્સને લાભ મળશે. જેથી જો બેઝિક પગાર રૂ. 50,000 હોય તો તેના પર હાલ રૂ. 26500 મોંઘવારી ભથ્થું મળતુ હતું. જેમાં હવે મોંઘવારી ભથ્થું 55 ટકા અર્થાત રૂ. 27500 મળશે. અર્થાત સરકારી કર્મચારીઓના પગારમાં રૂ. એક હજાર વધારો થશે. બેઝિક પગાર રૂ. 70000 પર મોંઘવારી ભથ્થું રૂ. 1400 વધશે. જ્યારે એક લાખના બેઝિક પગાર પર મહિને રૂ. બે હજારનો વધારો થયો છે.