ઈઝરાયેલ અને હમાસના યુદ્ધને લઈને બિહારના પુરણિયામાં બે જૂથો વચ્ચે મોટી બબાલ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર મુકાયેલી પોસ્ટ બાદ બે જૂથના લોકો સામ-સામે આવી ગયા હતા અને પથ્થરમારો થયો હતો. કેટલાક વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. ઉપદ્રવને પગલે આખી બજાર બંધ થઈ ગઈ હતી.
ઘટનાની જન થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ હિંસા થતી અટકાવી હતી. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મુકાઇ હતી. જેમાં બીજા જૂથના યુવાનોએ વિરોધ કર્યો હતો ત્યાર બાદ યુવકો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં એક યુવકનું માથું ફાટી ગયું હતું. જોતજોતામાં સડક પર બંને જૂથો સામસામે આવી ગયા હતા અને તંગ પરિસ્થિતિ થઈ જતાં દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી. રસ્તાઓ પર ટાયર સળગાવવામાં આવ્યા હતા. પોલીસ તોફાનીઓની ઓળખ કરી રહી છે.